News Updates
SURAT

મુસાફરોના જીવ પડીકે બંધાયા, CCTV:અસામાજિક તત્ત્વોએ નેશનલ હાઇવે પર લક્ઝરી બસને અટકાવી ક્લીનર ને ચાલકને ઢોરમાર માર્યો; પથ્થર ફેંકી કાચ ફોડીને ભાગી ગયા

Spread the love

સુરત જિલ્લામાં પોલીસનો ખૌફ જ ન હોય તે અસમાજિક તત્વોએ ગત 24 તારીખની રાત્રે પીકઅપ બોલેરો ચાલકને સાઈડ નહિ આપવા જેવી નજીવી બાબતની અદાવત રાખી કામરેજ તાલુકાના નવી પારડી ગામ પાસે પસાર થતા નેશનલ હાઇવે-48 પર એક લક્ઝરી બસને રોકી ક્લીનર અને ચાલકને ઢોર માર મારી પથ્થર ફેંકી કાચ ફોડી ભાગી ગયા હતા. જેથી બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. જો કે, હાલ કામરેજ પોલીસે પાંચ આરોપીઓને દબોચી લીધા છે. જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે. ત્યારે આ પ્રકારનું કૃત્ય કરનાર ઈસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય એ હાલ જરૂરી બન્યું છે.

સાઈડ નહિ આપવા બાબતે મારામારી
ગત તા.24 નવેમ્બરના રોજ મૂકેશભાઈ પોતાની ટ્રાવેલ્સ લઈ ​​​​​​ રાતના 8 વાગ્યાના સમયે સુરતથી ભાવનગર જવા માટે નીકળ્યા હતા. જ્યાં નહેર રોડની નજીક સીમાડા નાકા પાસે પોતાની બસ ઉભી રાખી હતી. તે વખતે એક ટેમ્પો ચાલક ત્યાથી નીકળ્યો અને તેના ક્લીનરે મોટે-મોટેથી બૂમાબૂમ કરી હતી.

બસમાં ચડી ક્લીનર અને ચાલકને ઢોર માર માર્યો
ત્યાર બાદ ટેમ્પો ચાલકે હોર્ન મારુ છુ, તો સાંભળતો નથી કહી અપશબ્દો બોલવા લાગ્યો હતો. આગળ રાજ હોટેલ પાસે આવી જા, હું તમને જોઈ લઈશ કહી. ટેમ્પો લઈને ચાલી ગયા હતા. મૂકેશભાઈ પોતાની બસ લઈને રાજ હોટેલ પાસે પહોંચતા ત્યા ટેમ્પો ચાલક અને બીજા 10 માણસોએ લક્ઝરી બસને રોકી લીધી હતી.

પથ્થર ફેંકી કાચ ફોડી ભાગી ગયા
અસમાજિક તત્વોએ લક્ઝરી બસને રોકી અને બસમાં ચડી ક્લીનર અને ચાલકને ઢોર માર માર્યો હતો. લક્ઝરી બસચાલકના ખિસ્સામાં રહેલા ડીઝલ પુરાવાના 15000 રૂપિયા પણ લઈ લીધા હતા. તેમજ પથ્થર ફેંકી કાચ ફોડી નાખ્યો અને ભાગી ગયા હતા. અસમાજિક તત્વોએ મચાવેલા ધમાલને લઇને લક્ઝરી બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામ આવ્યા હતા. લક્ઝરી બસના ચાલકે સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરતા પોલીસે ગણતરીના દિવસોમાં જ પાંચ આરોપીઓને દબોચી લીધા છે.

પોલીસે પાંચ આરોપીઓને દબોચ્યા
જાણે કોઈપણ પ્રકારનો ડર જ ના હોય તેમ બેખોફ રીતે નેશનલ હાઇવે બાનમાં લઈને પેસેન્જર ભરેલી લક્ઝરી બસને અટકાવી આ પ્રકારનો ગુનો કરતા કામરેજ પોલીસ હરકતમાં આવી હતી. હાલ કામરેજ પોલીસે પાંચ આરોપીઓને દબોચી લીધા છે અને તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ પ્રકારનું કૃત્ય કરનાર ઈસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય એ હાલ જરૂરી બન્યું છે. ત્યારે આ પ્રકારનું કૃત્ય કરનાર ઈસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય એ હાલ જરૂરી બન્યું છે.

10માંથી 5ની ધરપકડ 5 ફરાર
સુરત ગ્રામ્ય DYSP આઇ.જે પટેલે જણાવ્યું હતું કે, ગત તા.27 નવેમ્બરના રોજ ફરિયાદી મૂકેશભાઈએ ફરિયાદ આપેલી કે તેઓ ટ્રાવેલ્સના ડ્રાઈવર તરીકે કામ કરે છે. ગત તા.24ના રાતના 8 વાગ્યાના સમયે તેઓ સુરતથી ભાવનગર જવા માટે પોતાની ટ્રાવેલ્સ લઈને નીકળ્યા હતા. જ્યાં નહેર રોડની નજીક સીમાડા નાકા પાસે ટેમ્પો ચાલક અને બીજા 10 માણસોએ લક્ઝરી બસને રોકી લીધી હતી. જે બાદ મૂકેશભાઈ અને ક્લીનરને માર માર્યો હતો. તેમજ મૂકેશભાઈ પાસેથી ડીઝલ પુરાવાના રૂ.15000/- પણ લઈ લીધા હતા. મૂકેશભાઈ કામરેજ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે કાળુભાઈ, રામાભાઈ, દિપકભાઈ, કરણભાઈ, માયાભાઈ એમ પાંચ આરોપીઓને દબોચી લીધા છે અને અન્યની શોધખોળ ચાલુ છે.


Spread the love

Related posts

બોલ્યા PM મોદી સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં….કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા..

Team News Updates

રાજ્યમાં પ્રથમ પેપરલેસ હોસ્પિટલ બનશે:સુરતની સ્મીમેરમાં કેસ પેપરથી માંડીને તમામ કામગીરી કોમ્પ્યુટરાઇઝ્ડ થશે, દર્દીઓને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ

Team News Updates

ઓહો…આટલી મોટી રોટલી!, રોલરથી વણવામાં આવી, શેકતા લાગ્યા 22 કલાક અને તૈયાર થઈ 2700 કિલોની રોટલી

Team News Updates