News Updates
SURAT

રાજ્યમાં પ્રથમ પેપરલેસ હોસ્પિટલ બનશે:સુરતની સ્મીમેરમાં કેસ પેપરથી માંડીને તમામ કામગીરી કોમ્પ્યુટરાઇઝ્ડ થશે, દર્દીઓને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી મુક્તિ

Spread the love

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં પેપરલેસ સિસ્ટમ ઉભી કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. હોસ્પિટલ ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ (HIMS) હેઠળ સ્મીમેર હોસ્પિટલને સંપૂર્ણંપણે કોમ્પ્યુટરાઇઝડ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. જેથી આગામી સમયમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને કેસ પેપરથી માંડીને તબીબને તપાસ કરવવામાં સમયનો વેડફાશે નહીં. હોસ્પિટલને પેપરલેસ બનાવવા માટે અંદાજે 40 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં હોસ્પિટલમાં આવનારા દર્દીઓને સીધો લાભ મળશે. આ સિસ્ટમ કાર્યરત થયા બાદ દર્દીઓ અને તેમના સગાઓને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાથી છુટકારો મળશે.

કેવી રીતે હોસ્પિટલમાં કામ થશે
મળતી માહિતી અનુસાર હાલમાં સ્મીમેર હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે ટોકન ડિસ્પેન્સર મશીન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. જેને પગલે વિવિધ વિભાગમાં ટોકન ડિસ્પેન્સર એટલે કે ટોકન મશીનો મૂકી દેવામાં આવ્યા છે. સાથે જ અલગ અલગ ઓપીડીથી લઈ કેસ બારી, ડિસ્પેન્સરી વિભાગમાં પણ એલઈડી મુકવામાં આવ્યા છે. આખી સિસ્ટમને લિંક કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. હાલમાં દર્દીઓને કેસ પેપરથી માંડીને ડોક્ટરને બતાવવા તેમજ દવા લેવા સહિત દરેક જગ્યાએ લાંબી લાઈનોમાંથી પસાર થવું પડે છે અને કલાકો સુધી રાહ જોવી પડે છે. જેને કારણે ઘણા દર્દીઓને અડધો દિવસ હોસ્પિટલમાં જ પસાર થઇ જાય છે. જોકે આ પેપરલેસ સિસ્ટમ શરૂ થયા બાદ દર્દીઓને આ તમામ પળોજણમાંથી રાહત મળશે.

હોસ્પિટલમાં દર્દીને કેવી રીતે કાર્ય કરવાનું
સુરત પાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહીરે જણાવ્યું હતું કે, HIMS હેઠળ દર્દીને લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે. દર્દી જ્યારે પણ હોસ્પિટલ આવશે, ત્યારે સૌથી પહેલા તેને ટોકન ડિસ્પેન્સરમાંથી ટોકન લેવાનું રહેશે અને ટોકન લીધા બાદ રજીસ્ટ્રેશન માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે. દર્દીઓ માટે વેઇટિંગ લોન્જ ઉભા કરવામાં આવશે. જ્યાં દર્દીઓની સુવિધા માટે બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ટોકન નંબર આવ્યા બાદ દર્દીને બારી પરથી જ હેલ્થ કાર્ડ આપવામાં આવશે. ટોકન નંબર લઈને દર્દીને જે તે ઓપીડીમાં જવાનું રહેશે.

કોમ્પ્યુટરાઇઝડ ટ્રાન્સફરની સુવિધા
વધુમાં જણાવ્યું હતું કે, ઓપીડીમાં પણ દર્દીઓને લાઈનમાં ઉભા રહેવાની જરૂર નહીં પડે. ટોકન નંબર આવ્યા બાદ દર્દી સીધા જ ડોક્ટર પાસે જશે અને જ્યાં ડોક્ટર કોમ્પ્યુટરમાં દર્દીની સારવારની અપલોડ કરશે. દર્દીની તમામ વિગતો કોમ્પ્યુટરમાં સ્ટોર કરવામાં આવશે. ત્યારબાદ જરૂર પ્રમાણે દર્દીને દવા આપવાની કે અન્ય કોઈ વિભાગમાં રિફર કરવાનો રહેશે તો તે વિભાગમાં પણ ઓપીડીમાંથી જ દર્દીનું સમગ્ર ડીટેલ જે તે વિભાગના ડોક્ટરને કોમ્પ્યુટરાઇઝડ ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જેથી ત્યાં પણ દર્દી જશે, ત્યારે તેને લાઈનમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળશે. ટોકન પ્રમાણે તેને ત્યાંના ડોક્ટર પણ સારવાર આપશે. સારવાર બાદ જ્યારે ડોક્ટર દર્દીને દવા લખશે તે દવા લેવા માટે પણ દર્દીને ડિસ્પેન્સરીની બહાર લાંબી લાઈનમાં ઉભું રહેવું નહીં પડશે. ટોકન નંબર પ્રમાણે તેને દવા આપી દેવામાં આવશે.

રાજ્યની પહેલી પેપરલેસ હોસ્પિટલ
સમગ્ર રાજ્યમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પહેલી વખત સ્મીમેર હોસ્પિટલને પેપરલેસ સિસ્ટમ સાથે સાંકળવામાં આવી રહી છે. જેને પગલે વહીવટી તંત્ર દ્વારા દર્દીઓને આ સુવિધા વહેલી તકે મળી રહે તે માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં ટોકન મશીનથી માંડીને એલઈડી અને તબીબો પાસે કોમ્પ્યુટરની સુવિધા ઉપલબ્ધ થઈ ચુકી છે અને સંભવતઃ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં સ્મીમેર હોસ્પિટલ સમગ્ર રાજ્યની પહેલી પેપરલેસ હોસ્પિટલ બની રહેશે.

અંદાજે 40 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
સુરત મહાનગરપાલિકા દ્વારા સ્મીમેર હોસ્પિટલને પેપરલેસ બનાવવા માટે અંદાજે 40 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. હાલમાં મોટા ભાગની કામગીરી સંપૂર્ણ થઈ ચુકી છે અને પેપરલેસ સિસ્ટમ શરૂ થયા બાદ સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને લાઈનમાં ઉભા રહેવામાંથી નિશ્ચિતપણે મુક્તિ મળશે. પેપરલેસ સિસ્ટમ હેઠળ પ્રથમ તબક્કામાં ઓપીડી, લેબોરેટરી, ફાર્મસી, રેડિયોલોજી વિભાગને આવરી લેવામાં આવશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં આ સિસ્ટમ કાર્યરત થઇ જશે. બીજા તબક્કામાં તમામ ઇન્ડોર વિભાગને સાંકળી લેવામાં આવશે. પેપરલેસ સિસ્ટમ સાથે કઈ રીતે કામ કરવાનું રહેશે તે અંગે ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ તેમજ ક્લાર્ક વિભાગને હાલમાં ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સ્મીમેર હોસ્પિટલ પેપરલેસ થયા બાદ આખા ગુજરાતની પ્રથમ હોસ્પિટલ રહેશે. પેપરલેસ અને ક્યુ (લાઈન) મેનેજમેન્ટ થયા બાદ સૌથી વધારે ફાયદો દર્દીઓને થશે.


Spread the love

Related posts

સુરતમાં ગેસ લીકેજથી આગ:રસોઈ બનાવતા સમયે જ ગેસના બાટલામાં આગ લાગતા એક જ પરિવારના 3 લોકો દાઝ્યા, 1 વર્ષના દીકરાનું મોત, એકનો એક પુત્ર હતો

Team News Updates

ગુજરાત પોલીસના એક જ દિવસમાં 851 સ્થળો પર દરોડા, 152 આરોપી સામે ગુનો; 105ની ધરપકડ, 27 સ્પા-હોટલના લાઈસન્સ રદ

Team News Updates

8 કલાકમાં દે ધનાધન 5 ઈંચ વરસાદ:સુરતના ઉધના-લિંબાયતમાં રસ્તાઓ નદી બન્યા, ટ્રાફિકજામથી વાહનચાલકો પરેશાન, સોસાયટીઓમાં પાણી ઘૂસતા જળબંબાકાર

Team News Updates