News Updates
NATIONAL

રામ મંદિરને કારણે અયોધ્યાના લોકોની આવક વધી, એક્સપર્ટે કહ્યું- UPના GDPમાં પણ દેખાશે અસર

Spread the love

ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ઈકોનોમિક એસોસિએશનના જનરલ સેક્રેટરી વિનોદ કુમાર શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા પછી સમગ્ર માહોલ બદલાઈ ગયો છે. અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણથી સમજીએ તો અયોધ્યામાં દરરોજ દોઢથી બે લાખ લોકો આવે છે અને રહે છે. મોટાભાગની હોટલો ફુલ જ જોવા મળે છે. જ્યારે લોકો હોટલમાં રોકાય છે ત્યારે તેની અસર અહીંની અર્થવ્યવસ્થા પર પડી રહી છે. તેનું ડેવલોપમેન્ટ સારી રીતે થઈ રહ્યું છે.

અયોધ્યા શ્રી રામના નામથી ઓળખાય છે. આ જ કારણ છે કે અયોધ્યાના વિકાસનું સમગ્ર તારણ શ્રી રામ જન્મભૂમિ મંદિરની આસપાસ ફરે છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ જે રીતે દરરોજ 1.5 થી 2 લાખ લોકો અયોધ્યા આવે છે, તેનાથી અયોધ્યાનું આર્થિક માળખું તો મજબુત બની રહ્યું તો છે જ પરંતુ આવનારા દિવસોમાં માથાદીઠ આવકમાં વધારાને કારણે અયોધ્યાનો આર્થિક વિકાસ સ્પષ્ટપણે થશે. યુપીના જીડીપીમાં વધારો થાય તેવી અપેક્ષાઓ છે.

માથાદીઠ આવકમાં જબરદસ્ત વધારો

દેશના અલગ-અલગ રાજ્યમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી રહ્યા છે. જ્યારે તે બધા આવે છે, ત્યારે તેઓ એકથી બે દિવસ અયોધ્યામાં વિતાવે છે. તેઓ હોટલમાં રહે છે, અયોધ્યાની વિઝિટ કરે છે શોપિંગ પણ કરતા હોય છે. શોપિંગમાં રામ મંદિરનું મોડેલ હોય કે પ્રસાદ તરીકેની મીઠાઈઓ હોય કે શ્રી રામ ધ્વજ હોય. તેના કારણે અયોધ્યામાં રોજગારીની તકો તો વધી જ છે પરંતુ અયોધ્યાની માથાદીઠ આવકમાં પણ જબરદસ્ત વધારો થયો છે.

દરરોજ દોઢથી બે લાખ લોકો આવે છે

ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ ઈકોનોમિક એસોસિએશનના જનરલ સેક્રેટરી વિનોદ કુમાર શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા પછી સમગ્ર માહોલ બદલાઈ ગયો છે. અર્થશાસ્ત્રના દૃષ્ટિકોણથી સમજીએ તો અયોધ્યામાં દરરોજ દોઢથી બે લાખ લોકો આવે છે અને રહે છે. મોટાભાગની હોટલો ફુલ થઈ ગયેલી છે.

જ્યારે લોકો હોટલમાં રોકાય છે ત્યારે તેની અસર અહીંની અર્થવ્યવસ્થા પર પડી રહી છે. અયોધ્યાનો વિકાસ થઈ રહ્યો છે. શ્રી રામનું તિલક કરવા સાથે સંકળાયેલા કામ કરતા લોકો દરરોજ 1,000 થી 1,500 રૂપિયાની કમાણી કરી રહ્યા છે. જો આપણે માસિક આવક ઉમેરીએ તો તેમની આવક 30,000 થી 45,000 રૂપિયા છે.

આવનારા વર્ષમાં ટોપ ક્લાસ સીટી બની જશે

તેમણે કહ્યું કે ત્યાં લોકો મૂર્તિઓ વેચે છે, અન્ય સામાન વેચે છે, હાથ બનાવટની વસ્તુઓ પણ લોકો વહેંચે છે. ત્યાં સુધી કે મૂર્તિ બનાવ્યા પછી બહાર ચૂરો બહાર નીકળે છે તેમાંથી પણ તેઓ રમકડાં બનાવે છે. બધું કામ શ્રી રામ પર જ આધાર રાખે છે. જ્યાં સુધી જીડીપીનો સવાલ છે, તો આ પ્રકારનું કામ અસંગઠિત ક્ષેત્ર હેઠળ આવે છે પરંતુ આવનારા દિવસોમાં ગુણવત્તા પર અસર પડશે અને અચાનક સમગ્ર અર્થવ્યવસ્થા વિસ્તરશે અને આ સમગ્ર અર્થવ્યવસ્થા શ્રી રામ પર આધારિત છે. અત્યાર સુધી અયોધ્યા વિસ્તાર આર્થિક દૃષ્ટિકોણથી પછાત વિસ્તાર હતો, પરંતુ જો તમે આવનારા એક વર્ષમાં જોશો તો તે ટોપ ક્લાસ સિટી બની જશે.

શ્રી રામ લખવા માટે ઓછામાં ઓછા 10 રૂપિયા મળે છે

રોજગાર અને માથાદીઠ આવકને ઉદાહરણ તરીકે ધ્યાનમાં લઈએ તો, અયોધ્યામાં લગભગ 500 જેટલા લોકો તો ભક્તોના કપાળ પર શ્રી રામ લખવાના કામમાં જોડાયેલા છે. તેઓને કોઈ વ્યક્તિના કપાળ પર શ્રી રામ લખવા માટે ઓછામાં ઓછા 10 રૂપિયા મળે છે. કેટલાક લોકો આના કરતાં પણ વધારે શ્રદ્ધાના ભાગ રૂપે રુપિયા આપે છે. આવી સ્થિતિમાં જ્યારે બહારથી દરરોજ 2 લાખથી વધુ ભક્તો અયોધ્યા આવે છે, ત્યારે શ્રી રામ લખનારા આ યુવક કહે છે કે તેને ક્યારેક 500 તો ક્યારેક 1000 પણ મળી રહે છે.


Spread the love

Related posts

ભાજપે સંદેશખાલી પર ડોક્યુમેન્ટરી બનાવી:કહ્યું- એક એવું સત્ય જે આપણા અંતરાત્માને હચમચાવી દેશે, મમતા છુપાવતી રહી; DGPએ કહ્યું- દોષિતો સામે કાર્યવાહી કરાશે

Team News Updates

KD હોસ્પિટલ પર સાયબર એટેક:રેન્સમવેર વાઇરસથી સર્વર હેક કરી બીટકોઇનમાં 70 હજાર ડોલરની માગ કરાઈ, CCTV ફૂટેજ સહિતનો ડેટા ગાયબ

Team News Updates

હવે દુશ્મનોની ખેર નથી, જંગલમાં છુપાયેલા આતંકવાદીઓને શોધી કાઢશે કોબ્રા કમાન્ડો, અનંતનાગમાં 6 દિવસથી ચાલી રહ્યુ છે સર્ચ ઓપરેશન

Team News Updates