News Updates
ENTERTAINMENT

સાનિયા મિર્ઝાના દીકરા ઇઝહાને સ્કૂલે જવાનું બંધ કર્યું:પિતા શોએબ મલિકના ત્રીજા લગ્નને કારણે વિદ્યાર્થીઓ ક્લાસમાં પરેશાન કરી રહ્યા છે

Spread the love

સાનિયાના તલાક અને શોએબ મલિકના ત્રીજા લગ્ન બાદ તેના 5 વર્ષના પુત્ર ઇઝહાન મિર્ઝા મલિક પર એની અસર થતી હોવાનું જણાય છે. પાકિસ્તાની પત્રકાર નઈમ હનીફે હાલમાં સમા ટીવીને આપેલા ઈન્ટરવ્યૂમાં સાનિયા સાથે વાત કરી હોવાનો દાવો કર્યો હતો. હનીફના કહેવા પ્રમાણે, ઇઝહાનને તેની સ્કૂલમાં એટલી હદે પરેશાન કરવામાં આવી રહ્યો છે કે તેણે ક્લાસમાં જવાનું બંધ કરી દીધું છે.

નઈમ કહે છે કે સાનિયાએ તેના પુત્ર ઈઝહાનના માનસિક સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેના પિતાના ત્રીજા લગ્નને લગતા સમાચાર તેને માનસિક રીતે પરેશાન કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાનિયા તેના હોમટાઉન હૈદરાબાદ પરત ફરી છે.

શુક્રવારે સાનિયાએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેના પુત્ર અને તેની બહેન અનમ મિર્ઝાની પુત્રી દુઆની એક તસવીર શેર કરી, જેમાં તેમને તેની ‘લાઇફલાઇન’ કહી.

શોએબે બે અઠવાડિયાં પહેલાં ત્રીજા લગ્ન કર્યા હતા
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન શોએબ મલિકે બે અઠવાડિયાં પહેલા ત્રીજા લગ્ન કર્યા છે. 41 વર્ષના શોએબે 30 વર્ષની પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા હતા. શોએબે સના સાથે એક ફોટો શેર કરીને આ જાણકારી આપી હતી.

શોએબના પહેલા લગ્ન આયેશા સિદ્દીકી સાથે થયા હતા. તેની સાથે તલાક લીધા બાદ તેણે 2010માં પૂર્વ ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા સાથે લગ્ન કર્યા. સાનિયાના પિતાએ કહ્યું કે તેની પુત્રી ‘ખુલા પ્રથા’ હેઠળ શોએબથી અલગ થઈ ગઈ હતી.

લગ્નનાં 8 વર્ષ પછી પુત્રનો જન્મ

  • સાનિયા મિર્ઝા અને શોએબ મલિકનાં લગ્નનાં 8 વર્ષ બાદ 2018માં તેમના પુત્ર ઈઝહાનનો જન્મ થયો હતો.
  • સાનિયાએ પુત્રના જન્મ સમયે ટેનિસમાંથી દોઢ વર્ષનો બ્રેક લીધો હતો.
  • સાનિયાએ પોતાની આત્મકથા ‘Ace Against Odds’માં લખ્યું છે કે શોએબ તેના જીવનમાં એવા સમયે આવ્યો હતો જ્યારે તે પોતાની પ્રોફેશનલ લાઈફમાં સમસ્યાઓનો સામનો કરી રહી હતી.

5 મહિના સુધી ડેટિંગ કર્યા બાદ સાનિયા સાથે લગ્ન કર્યા હતા

  • સાનિયા-શોએબની પહેલી મુલાકાત વર્ષ 2004-2005માં ભારતમાં થઈ હતી. બંનેએ વધુ વાતચીત કરી નહોતી. બંને 2009-2010માં ઓસ્ટ્રેલિયાના હોબાર્ટમાં ફરી મળ્યાં હતાં.
  • સાનિયા ટેનિસ રમવા આવી હતી અને શોએબ તેની ટીમ સાથે ક્રિકેટ રમવા આવ્યો હતો. આ સમયે પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે હતી. અહીં તેમની ઓળખાણ મિત્રતામાં પરિણમી અને પછી મળવાનો સિલસિલો શરૂ થયો હતો.
  • લગભગ 5 મહિના સુધી એકબીજાને જાણ્યા બાદ બંનેએ 2010માં લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. સાનિયા અને શોએબે 12 એપ્રિલ 2010ના રોજ હૈદરાબાદમાં લગ્ન કર્યાં હતાં. 15 એપ્રિલે લાહોરમાં રિસેપ્શન સેરેમની યોજાઈ હતી.

Spread the love

Related posts

આર્યનને મુક્ત કરવા માટે 25 કરોડની લાંચ માંગવામાં આવી:18 કરોડમાં સોદો ફાઇનલ થયો હતો, સીબીઆઈએ ટીમનું નેતૃત્વ કરી રહેલા સમીર વાનખેડે સામે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો

Team News Updates

 IPL 2024 : CSKની ટોપ 4માંથી બહાર,આઈપીએલ 2024 પોઈન્ટ ટેબલમાં થયો મોટો ફેરફાર

Team News Updates

ઈમરાન હાશ્મીએ સાઉથના ફિલ્મ મેકર્સના ભરપેટ વખાણ કર્યા:કહ્યું, ‘તેઓ આપણાં કરતાં વધુ શિસ્તબદ્ધ છે, બોલિવૂડમાં ખોટી બાબતોમાં પૈસા વેડફવામાં આવે છે’

Team News Updates