News Updates
ENTERTAINMENT

 શું તમે જાણો છો ઓસ્કારની ટ્રોફીમાં કોની મૂર્તિ હોય છે, ટ્રોફી બનાવવા કેટલો સમય લાગે છે જાણો

Spread the love

દુનિયાભરના ફિલ્મ જગતમાં ઓસ્કર ટ્રોફી સૌથી મોટું સન્માન માનવામાં આવે છે, પરંતુ શું તમે જાણો છો કે, ટ્રોફી પર કોની પ્રતિમા હોય છે. તો ચાલો જાણો આ વય્ક્તિ અને ઓસ્કાર વચ્ચે સંબંધ શું છે.

ઓસ્કાર ટ્રોફી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આપવામાં આવતું સૌથી મોટું સન્માન છે. આટલું જ નહિ આ એવોર્ડને મેળવવા માટે ફિલ્મમેકર અને અભિનેતાઓનું સપનું હોય છે. તમને જણાવી દઈએ કે, આ ટ્રોફી મેળવવા માટે લોકો ખુબ મહેનત પણ કરે છે,પરંતુ શું તમે જાણો છો કે, આ ઓસ્કાર ટ્રોફીમાં કોની પ્રતિમા હોય છે. આજે અમે તમને જણાવીશું કે, આ ટ્રોફીમાં કોનો ફોટો હોય છે.

ક્યારે શરુ થયો ઓસ્કાર

જાણકારી મુજબ અમેરિકાની એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સ તરફથી ઓસ્કાર એવોર્ડની શરુઆત થઈ હતી. પહેલો ઓસ્કાર એવોર્ડ ઈવેન્ટ 16 મે 1929ના રોજ આયોજીત કરવામાં આવ્યો હતો. 1927માં એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટસ સાયન્સની મીટિંગમાં પહેલી વખત ટ્રોફીની ડિઝાઈન પર ચર્ચા કરવામાં આવી હતી. ઓસ્કાર માટે આ દરમિયાન મૂર્તિકાર જૉર્જ સ્ટૈનલીએ બનાવેલી મૂર્તિને પસંદ કરી હતી. ત્યારબાદ પહેલો ઓસ્કાર હોટલ રુઝવેલ્ટમાં થયો હતો.

મૈક્સિકન ફિલ્મમેકરની મૂર્તિ

જાણકારી મુજબ ઓસ્કર એવોર્ડમાં જે ટ્રોફી આપવામાં આવે છે. તેની પ્રેરણા મૈક્સિકન ફિલ્મમેકર અને અભિનેતા એમિલિયો ફર્નાડીઝ હતા. વર્ષ 1904ના મૈક્સિકોના કોઆહુલિયામાં જન્મેલા એમિલિયો મૈક્સિકોની ક્રાંતિમાં મોટા થયા હતા. હાઈ સ્કુલ ડ્રોપ આઉટ ફર્નાડિઝ હ્યુરિતિસ્તા વિદ્રોહિયોના ઓફિસર બન્યા હતા. ત્યારબાદ વર્ષ 1925માં ફર્નાડીઝને પકડવામાં આવ્યો હતો અને તેમણે 20 વર્ષની સજા સંભળાવવામાં આવી હતી પરંતુ તે ત્યાંથી નાસી છુટ્યો હતો અને લૉસ એન્જિલ્સની બોર્ડર પાર કરી હતી. ત્યારબાદ તેણે આગલો દાયકા દેશનિકાલમાં વિતાવ્યો હતો.

ફિલ્મ સ્ટાર ડોલોરેસ ડેલ રિયોએ એલ ઈન્ડિયા નામ આપ્યું

આ દરમિયાન તેમણે હોલિવુડમાં કામ શરુ કર્યું હતુ. અહિ તેમણે સાઈલેન્ટ ફિલ્મ સ્ટાર ડોલોરેસ ડેલ રિયોએ એલ ઈન્ડિયા નામ આપ્યું હતુ. ત્યારબાદ તે અભિનેત્રી રિયોના સારા મિત્રો બની ગયા હતા. રિયો મેટ્રો ગોલ્ડવિન મેયર સ્ટુડિયોના આર્ટ ડાયરેક્ટર અને એકેડમી ઓફ મોશન પિકચર્સ આર્ટસ એન્ડ સાયન્સના સભ્ય કૌડ્રિક ગિબોન્સની પત્ની હતી. ડેલ રિયોએ ફર્નાન્ડીઝને ગિબોન્સ સાથે મુલાકાત કરાવી જે સમયે સ્ટૈચ્યુની ડિઝાઈન પર કામ કરી રહ્યા હતા.

2000થી વધુ લોકોને મળી ચૂકી છે ટ્રોફી

1929થી અત્યારસુધી 2 હજારથી વધુ લોકોને ઓસ્કારની ટ્રોફી મળી ચૂકી છે. જાણકારી મુજબ શિકાંગોની આર એસ આઈન્સ કંપની તૈયાર કરે છે. આ કપંનીને 50 ટ્રોફી તૈયાર કરવામાં અંદાજે 3 થી 4 અઠવાડિયાનો સમય લાગે છે. પહેલા ટ્રોફી તાંબાની બનતી હતી, કારણ કે, વિશ્વ યુદ્ધ દરમિયાન ધાતુ અછત થઈ ગઈ પરંતુ હવે 24 કેરેટ શુદ્ધ સોનાની પાણી ચઢાવી બ્રિટૈનિયમથી બને છે. આ ટ્રોફીની સાઈઝ અંદાજે 13 ઈંચ લાંબી હોય છે.


Spread the love

Related posts

ફિલ્મ ‘ક્રેક’નું બીજું ગીત ‘જીના હરામ’ રિલીઝ થયું:વિદ્યુત જામવાલ અને નોરા ફતેહી રોમાન્સ કરતા જોવા મળ્યા, ફિલ્મ 23 ફેબ્રુઆરીએ રિલીઝ થશે

Team News Updates

Asian Gamesમાં ભારતે લખી સફળતાની નવી ગાથા, PM મોદીએ કહ્યું ‘ગર્વની ક્ષણ’

Team News Updates

આવું પહેલીવાર થશે વુમન્સ T20 વર્લ્ડ કપમાં :25 વર્ષ પછી ટીમ ઈન્ડિયા કરશે આ કામ

Team News Updates