News Updates
ENTERTAINMENT

આઈપીએલ 2024 પહેલા ગુજરાત ટાઈટન્સના કેપ્ટને દરિયાકિનારે ટુવાલમાં આપ્યા હોટ પોઝ

Spread the love

શુભમન ગિલ માટે ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમેલી ટેસ્ટ સીરિઝ યાદગાર રહેશે. ગિલે પાંચ મેચની કુલ 9 ઈનિગ્સમાં 56.50ની સરેરાશથી 452 રન બનાવ્યા છે. આ દરમિયાન ગિલના બેટમાંથી 3 અડધી સદી નીકળી છે. ધર્મશાળામાં રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચમાં ગિલે 110 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી. ટેસ્ટ સીરિઝમાં ધમાલ મચાવ્યા બાદ ગિલ હવે વેકેશન માણી રહ્યો છે.

શુભમન ગિલની ગણતરી ભારતીય ક્રિકેટ ટીમમાં સૌથી ડૈશિંગ ક્રિકેટર્સમાં કરવામાં આવે છે. ગિલ તેના લુક અને સ્ટાઈલથી સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. ફરી એક વખત ભારતીય યુવા બેટ્સમેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટો શેર કર્યા છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં ગિલ હોટ લાગી રહ્યો છે.

ગિલે ઈંગ્લેન્ડ સાથે રમાયેલી ટેસ્ટ સીરિઝમાં 5 મેચમાં કુલ 9 ઈનિગ્સમાં 56.50ની સરેરાશથી 452 રન બનાવ્યા છે. આ દરમિયાન ગિલના બેટમાંથી 3 સદી આવી છે. ધર્મશાળામાં રમાયેલી છેલ્લી ટેસ્ટ મેચમાં ગિલે 110 રનની ઈનિગ્સ રમી છે.

ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમેલી ટેસ્ટ સીરિઝમાં તેના બેટે ધમાલ મચાવી હતી. ધર્મશાળામાં શાનદાર ઈનિગ્સ રમ્યા બાદ તે વેકેશન માણી રહ્યો છે. ગિલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ફોટો શેર કર્યો છે. જેમાં તે પોતાના એબ્સ દેખાડી રહ્યો છે.

આ ફોટોમાં ગિલે શરીર પર ટુવાલ લપેટ્યો છે. તેના માથા પર એક કેપ પહેરી છે. ફોટોમાં ગિલની શાનદાર બોડી જોવા મળી રહી છે. જે સૌ કોઈને પસંદ આવી રહી છે.

શુભમન ગિલ આઈપીએલ 2024માં ગુજરાત ટાઈટન્સની કમાન સંભાળતો જોવા મળશે. આ સીઝનમાં ગિલ ટી 20 વર્લ્ડકપ પહેલા તેના બેટથી ધમાકેદાર પ્રદર્શન કરવાની આશા રાખશે.


Spread the love

Related posts

T20 world cup 2024માં વિજેતાને મળશે કરોડો રુપિયા,  કોઈ પણ ટીમ ખાલી હાથ જશે નહિ

Team News Updates

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો:નીતિન દેસાઈનું મોત ગળેફાંસો ખાવાથી થયું; પરિવારે કહ્યું, અંતિમ સંસ્કાર એનડી સ્ટુડિયોમાં જ થશે

Team News Updates

Jammu: સચિન તેંડુલકર ઊંધા બેટથી જમ્મુમાં રમ્યા ક્રિકેટ, આટલી Accuracy તમે આજ સુધી નહિ માણી હોય..

Team News Updates