News Updates
GUJARAT

સનાતન ધર્મની ધૂન પર નાચ્યો હાથી, લગાવ્યા જોરદાર ઠુમકા

Spread the love

હાથી રાજાનો આ ડાન્સ વીડિયો એમિનેન્ટ વોક નામના એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને થોડા જ સમયમાં 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો શેર કરતી વખતે યુઝરે કેપ્શનમાં લખ્યું કે ‘આ માત્ર સનાતન ધર્મમાં જ થઈ શકે છે.’

ડાન્સ અને સંગીત માણસના વ્યસ્ત જીવનને રોમાંચક અને સ્ટ્રેસ ફ્રી બનાવે છે. સોશિયલ મીડિયા પર તમે ક્યારેક ભાભી, ભાઈ, અંકલ અને આંટીઓને નાચતા જોયા હશે. પણ ક્યારેક હાથીને ઠુમકા મારતા જોયો છે ? હાલમાં સોશિયલ મીડિયા પર એક હાથીના ડાન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હાથી ઢોલની ધૂન પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં હાથી ચારેય તરફથી લોકોથી ઘેરાયેલો છે. ઢોલની ધૂન પર હાથી મસ્ત અંદાજમાં નાચતા જોવા મળે છે. હાથીને ખુબ સારી રીતે શણગાર કરેલો જોવા મળે છે. આ વીડિયો કોઈ તહેવારનો હોય તેવુ લાગી રહ્યું છે. વીડિયોમાં હાથીનો ડાન્સ જોઈ લોકો તેની પ્રશંસા કરતા જોવા મળે છે. હાથીની આસપાસ પણ લોકો ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

હાથી રાજાનો આ ડાન્સ વીડિયો એમિનેન્ટ વોક નામના એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને થોડા જ સમયમાં 2 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયો શેર કરતી વખતે યુઝરે કેપ્શનમાં લખ્યું કે ‘આ માત્ર સનાતન ધર્મમાં જ થઈ શકે છે.’ લોકોએ આ વીડિયો પર ખૂબ જ ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું કે ‘હાથીને આ રીતે ડાન્સ કરતા જોવો એ પોતાનામાં જ એક અદ્ભુત અનુભવ છે.’


Spread the love

Related posts

ધુમ્મસમાં વિઝિબિલિટીની સમસ્યાને કારણે માર્ગ અકસ્માતોમાં વધારો:દેશમાં દર કલાકે થાય છે 53 અકસ્માત, કાર-બાઈક ચલાવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો

Team News Updates

Matsya purana:દક્ષ કન્યાઓનો જન્મ કેવી રીતે થયો,મત્સ્ય પુરાણ અનુસાર, જેમાંથી એક ભગવાન શિવની પત્ની બની?

Team News Updates

રાજકોટમાં આગામી ૮,જુને જબરદસ્ત ZUMBA અને POWER GARBAનું પાવરફુલ આયોજન

Team News Updates