News Updates
INTERNATIONAL

PM મોદી અબુ ધાબીમાં જે હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે જાણો તે કેટલામાં બન્યુ, આંકડો જાણી ચોંકી જશો

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે અબુધાબીમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ સંયુક્ત આરબ અમીરાત (UAE) માં સૌથી મોટું હિન્દુ મંદિર છે. તે વિશ્વભરના હિંદુઓ માટે એક મુખ્ય તીર્થસ્થળ બનવાની અપેક્ષા છે. દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહેબા પાસે બનેલ BAPS હિંદુ મંદિર લગભગ 27 એકર જમીન પર બનેલ છે.

તમે ઘણા સમયથી સાંભળતા હશો કે સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં એક વિશાળ હિન્દુ મંદિર બનાવવામાં આવી રહ્યું છે. આ મંદિરનું નામ બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) હિન્દુ મંદિર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે આ મંદિરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે. આ વિશાળ હિન્દુ મંદિર લગભગ 27 એકર જમીનમાં બનેલું છે.

આ મંદિર દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહબા પાસે બનેલ છે. આ મંદિરનું કામ વર્ષ 2019થી ચાલી રહ્યું છે. સંયુક્ત આરબ અમીરાતની સરકારે આ મંદિર માટે જમીન દાનમાં આપી હતી.

અબુ ધાબીના આ હિન્દુ મંદિરના નિર્માણમાં લગભગ 700 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ BAPS મંદિર ખાડી વિસ્તારનું સૌથી મોટું મંદિર છે. UAEમાં 3 વધુ હિન્દુ મંદિરો છે, જે દુબઈમાં છે. આ ભવ્ય હિન્દુ મંદિરનું નિર્માણ વર્ષ 2019માં શરૂ થયું હતું. મંદિરનું કામ વર્ષ 2022માં પૂર્ણ થવાનું હતું. પરંતુ કોરોના રોગચાળાને કારણે બાંધકામમાં વિલંબ થયો હતો.

પીએમ મોદી મંગળવારથી UAEની બે દિવસીય મુલાકાત લેશે. આ દરમિયાન PM 14 ફેબ્રુઆરીએ આ મંદિરનું ઉદ્ઘાટન કરશે. આ મંદિર મધ્ય પૂર્વનું સૌથી મોટું મંદિર હશે. આ મંદિરમાં પથ્થર પર ખૂબ જ સારી વાસ્તુકલા જોવા મળે છે. આ મંદિર ભારતીય કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું છે. આ કારીગરો પરંપરાગત હિન્દુ મંદિર સ્થાપત્યના નિષ્ણાત છે.

અબુધાબીના આ મંદિરમાં માર્બલ અને સેન્ડસ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને હાથથી કોતરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે 2015માં વડાપ્રધાન મોદીના UAE પ્રવાસ દરમિયાન અબુ ધાબીએ દુબઈ-અબુ ધાબી હાઈવે પર મંદિર પ્રોજેક્ટ માટે 17 એકરથી વધુ જમીન ફાળવી હતી. મંદિરમાં દેશના દરેક અમીરાતનું પ્રતિનિધિત્વ કરતા સાત મિનારા પણ છે. 2017માં પીએમ મોદીએ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

આ મંદિરનું નિર્માણ ભારતીય કારીગરો દ્વારા કરવામાં આવ્યું છે. આ કારીગરો પરંપરાગત હિન્દુ મંદિર સ્થાપત્યમાં નિષ્ણાત છે. મંદિર હાથથી કોતરેલા આરસ અને રેતીના પથ્થરથી બનેલું છે. 2015માં વડાપ્રધાન મોદીની UAEની મુલાકાત દરમિયાન, અબુ ધાબીએ દુબઈ-અબુ ધાબી હાઈવે પર મંદિર પ્રોજેક્ટ માટે 17 એકરથી વધુ જમીન ફાળવી હતી. 2017માં પીએમ મોદીએ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.


Spread the love

Related posts

રશિયન યુદ્ધ જહાજો 13,000 કિમી પેટ્રોલિંગ કર્યા પછી પરત ફર્યા:જાપાન- અમેરિકાની નજીકથી પસાર થયા; ચાઈનીઝ જહાજો સાથે પેસિફિક મહાસાગરમાં પેટ્રોલિંગ કર્યું

Team News Updates

 AI આ રીતે થઈ શકે છે ઉપયોગી ભારતથી જર્મની સુધી કૃષિક્ષેત્રના વિકાસમાં

Team News Updates

12 વર્ષ પછી FBI ડાયરેક્ટર આજે ભારત આવશે:આ અમેરિકન એજન્સીએ પન્નુની હત્યાના કાવતરાંના આરોપ લગાવ્યા હતા, જાણો ભારત આવવાનો હેતુ

Team News Updates