અમેરિકા અને યુરોપ જેવા દેશોમાં ભારતીયો માટે મુસાફરી કરવી ખૂબ જ મોંઘી છે, કારણ કે તે દેશોના ચલણનું મૂલ્ય ભારતીય રૂપિયાની તુલનામાં વધુ છે. પરંતુ કેટલાક એવા દેશો છે જ્યાં તમે ખર્ચની ચિંતા કર્યા વગર પ્રવાસ કરી શકો છો, કારણ કે આ દેશોની ચલણની કિંમત ભારતીય રૂપિયા કરતા ઘણી ઓછી છે. આજે અમે તમને એવા કેટલાકા દેશો વિશે જણાવીશું, જ્યાં તમે ઓછા ખર્ચે પણ વિદેશ પ્રવાસ કરી શકો છો.
વિયેતનામ દક્ષિણ એશિયાનો એક દેશ છે. વિયેતનામ તેના પ્રવાસન સ્થળો માટે વિશ્વભરમાં જાણીતું છે. એક ભારતીય રૂપિયો 291 વિયેતનામી ડોંગ બરાબર છે. એટલે કે જો તમારી પાસે ભારતીય ચલણના 100 રૂપિયા છે તો ત્યાં તેના 29,100 વિયેતનામી ડોંગ થઈ જશે.
ઈન્ડોનેશિયા એશિયા ખંડનો એક ભાગ છે. અહીં ઘણા બૌદ્ધ અને હિંદુ મંદિરો છે. આ દેશના ચલણનું નામ ઇન્ડોનેશિયન રુપિયા છે. અહીં એક ભારતીય રૂપિયાની કિંમત 185.50 ઇન્ડોનેશિયન રૂપિયા છે. તેથી જો તમે આ દેશમાં માત્ર 100 રૂપિયા લઈને જાવ છો તો તેના લગભગ 18,850 ઇન્ડોનેશિયન રૂપિયા થઈ જશે.
કંબોડિયા એશિયાઈ દેશ છે. દર વર્ષે લાખો લોકો આ દેશની ઐતિહાસિક ઈમારતો અને સંગ્રહાલયો જોવા આવે છે. આ દેશના ચલણનું નામ કંબોડિયન રીએલ છે. એક ભારતીય રૂપિયાની કિંમત 49.46 કંબોડિયન રિએલ બરાબર છે. તેથી 100 ભારતીય રૂપિયાની ત્યાં કિંમત લગભગ 4946 કંબોડિયન રિએલ બરાબર છે.
દક્ષિણ કોરિયા પૂર્વ એશિયાના દેશોમાંથી એક છે. આ દેશ તેની ફેશન, ટેક્નોલોજી અને કોસ્મેટિક સર્જરી માટે ઘણો પ્રખ્યાત છે. દક્ષિણ કોરિયાની કરન્સીનું નામ વોન છે. અહીં એક ભારતીય રૂપિયો લગભગ 15.64 વોન બરાબર છે. તેથી 100 ભારતીય રૂપિયાની ત્યાં કિંમત લગભગ 1600 વોનની બરાબર છે.
ઉઝબેકિસ્તાન મધ્ય એશિયાનો એક દેશ છે. જ્યાં ઈસ્લામિક શૈલીની ઈમારતો અને મસ્જિદો પ્રખ્યાત છે. આ દેશના ચલણનું નામ ઉઝબેક સોમ છે. અહીં એક ભારતીય રૂપિયો લગભગ 147.86 ઉઝબેક સોમ બરાબર છે. એટલે કે જો તમે 100 ભારતીય રૂપિયા લઈને ત્યાં જાવ છો તો તેની કિંમત ત્યાં લગભગ 14,786 ઉઝબેક સોમના થઈ જશે.