News Updates
INTERNATIONAL

રિટર્ન ટિકિટ હોવી જરૂરી,હવે બેંક ખાતામાં 60 હજાર રૂપિયા:ભારતીય પ્રવાસીઓ માટે કડક નિયમો,દુબઈ-અબુ ધાબી એરપોર્ટ પર

Spread the love

સંયુક્ત આરબ અમીરાત (UAE)એ હવાઈ મુસાફરી કરતા ભારતીય મુસાફરો માટે નિયમોમાં ફેરફારની જાહેરાત કરી છે. હવે નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે. નવા નિયમો અનુસાર દુબઈ-અબુ ધાબી જતા પ્રવાસીઓ પાસે તેમના બેંક ખાતામાં 60,000 રૂપિયા અથવા ક્રેડિટ કાર્ડ અને રિટર્ન ટિકિટ હોવી જરૂરી રહેશે.

આ બે શરતો પૂરી ન કરનારા મુસાફરોને માત્ર દુબઈ અને અબુ ધાબી એરપોર્ટ પરથી જ ભારત પરત મોકલવામાં આવશે. અહેવાલો અનુસાર, રિટર્ન ટિકિટના અભાવે તાજેતરમાં 10 ભારતીયોને UAEથી ભારત પરત મોકલવામાં આવ્યા છે.

UAE ઈમિગ્રેશનનું કહેવું છે કે નવા નિયમો દ્વારા ટૂરિસ્ટ વિઝાના દુરુપયોગને રોકી શકાય છે. વાસ્તવમાં, કેટલાક એવા કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યાં લોકો ટુરિસ્ટ વિઝા પર દુબઈ-અબુ ધાબી જાય છે અને ત્યાં કામ કરવાનું શરૂ કરે છે. આ સિવાય કેટલાક લોકો પાસે દુબઈ-અબુધાબીથી પરત ફરવા માટે પૈસા નથી, તેથી તેમને દેશનિકાલ કરવામાં આવ્યા છે.


વિઝા ઉપરાંત દુબઈ અને અબુધાબી પ્રવાસન માટે જતા પ્રવાસીઓ પાસે મુસાફરી સંબંધિત જરૂરી દસ્તાવેજો અને બેંક બેલેન્સ દર્શાવતો દસ્તાવેજ પણ હોવો જોઈએ. આ સિવાય હોટલ રિઝર્વેશન દસ્તાવેજ પણ હોવો જોઈએ.

જો મુસાફર પરિવારના કોઈ સભ્યને મળવા જઈ રહ્યો હોય તો તેણે પરિવારના સભ્યનું સરનામું, ફોન નંબર અને અન્ય વિગતો આપવી પડશે.


તામિલનાડુ અને કેરળમાંથી પહેલીવાર દુબઈ અને અબુધાબી જનારા પ્રવાસીઓનું કડક ચેકિંગ કરવામાં આવશે. હકીકતમાં, મીડિયા અહેવાલો અનુસાર, કેરળના કોટ્ટયમ અને ઇડુક્કી જિલ્લાના કેટલાક મુસાફરોને તાજેતરમાં UAEથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા. તેની પાસે પ્રવાસ સંબંધિત જરૂરી દસ્તાવેજો નહોતા.

એરલાઈન્સને નવા નિયમો સાથે સંબંધિત ગાઈડલાઈન આપવામાં આવી છે. એરલાઈન્સે હવે એ ચકાસવું પડશે કે એકલા મુસાફરી કરતા યુવાનો (20-35 વર્ષની વયના), ખાસ કરીને છોકરીઓ નવા નિયમોનું પાલન કરે છે.

વધુમાં, જો મુસાફરો યોગ્ય દસ્તાવેજો વિના UAEમાં ઉતરશે તો એરલાઇન કંપનીઓ જવાબદાર રહેશે. કંપનીને દંડ કરવામાં આવશે.


Spread the love

Related posts

વિનાશ જ વિનાશ કેરળના વાયનાડમાં, ભૂસ્ખલનને કારણે 143ના મોત

Team News Updates

સુનિતા વિલિયમ્સ કહ્યું- મને અંતરિક્ષમાં રહેવું ગમે છે,બુચ વિલ્મોર સાથે ISS તરફથી પ્રેસ કોન્ફરન્સ કરી,પૃથ્વીથી 400 km દૂરથી મતદાન કરશે

Team News Updates

યલો સમુદ્રમાં ચીનની પરમાણુ સબમરીનમાં અકસ્માત, 55 ચાઈનીઝ નેવી સાથે સંકળાયેલા સૈનિકોના મોત!

Team News Updates