અગ્રણી વૈશ્વિક ટેકનોલોજી સેવાઓ અને કન્સલ્ટિંગ કંપનીએ હવે ચીપ ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ઝંપલાવવાની જાહેરાત કરી છે. ડિઝાઇન સેવાઓ અને ભાગીદારના રુપમાં તે ઇન્ટેલ ફાઉન્ડ્રી સાથે કામ કરશે. Intel 18 A સહિત Intelના સૌથી અદ્યતન પ્રોસેસ નોડ્સના વિકાસને વેગ આપવા માટે સાથે કામ કરશે.
વૈશ્વિક AI ચિપ માર્કેટ 2023 થી 2032 સુધી વાર્ષિક 38 ટકાના CAGR પર વૃદ્ધિ પામે તેવી અપેક્ષા છે. જેથી વિપ્રો અને ઇન્ટેલ ફાઉન્ડ્રી વચ્ચેની આ ડીલ AI ચિપ મેન્યુફેક્ચરિંગની વધતી માગને પહોંચી વળવા માટે થઇ છે, કારણ કે આ કંપનીઓ જનરેટિવ AI-સક્ષમ ઉત્પાદનોને રોલ આઉટ કરવા દોડી રહી છે.
ઇન્ટેલ ફાઉન્ડ્રીના ઉત્પાદન કૌશલ્ય સાથે જોડાયેલી વિપ્રોની ડિઝાઇન સેવાઓની તાકાત ગ્રાહકોને, ખાસ કરીને ભારે ઉદ્યોગોમાં, જેમ કે ઓટોમોટિવ, ઔદ્યોગિક અને ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રોમાં, ચાલુ નવીનતાઓને આગળ ધપાવવા માટે જનરલ AI-સંચાલિત ડિઝાઇન અને ફાઉન્ડ્રી સેવાઓનો લાભ લેવા સક્ષમ બનાવશે.
Wipro Ltdનું માર્કેટ કેપ 2,76,138 કરોડ રુપિયા છે.તેની ફેસ વેલ્યુ 2 રુપિયા છે.તો કંપનીના માથે 17,918 કરોડ રુપિયાનું દેવુ છે. તેનું પ્રમોટર હોલ્ડિંગ 72.9 ટકા છે.
વર્ષ 2021ના જુન મહિનામાં Wipro Ltd કંપનીના રોકાણકારોની સંખ્યા 8,70,328 હતી. જે વધીને જાન્યુઆરી 2024 સુધીમાં 25,41,689 થઇ ગઇ છે.
Wipro Ltdએ વૈશ્વિક ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કન્સલ્ટિંગ અને બિઝનેસ પ્રોસેસ સર્વિસીસની (BPS) કંપની છે. તે TCS, Infosys અને HCL ટેક્નોલોજીસ પાછળ વૈશ્વિક IT સેવાઓ ઉદ્યોગમાં ચોથી સૌથી મોટી ભારતીય પ્રતિસ્પર્ધી છે.
કંપનીના ભૂતકાળમાં, તેણે વિવિધ ક્ષેત્રોમાં મુખ્યત્વે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રે કુલ 26 કંપનીઓ હસ્તગત કરી છે. માર્ચ 2021માં, કંપનીએ ધી કેપિટલ માર્કેટ્સ કંપની (CAPCO) નું સંપાદન પૂર્ણ કર્યું, જે એક વૈશ્વિક ટેકનોલોજી અને મેનેજમેન્ટ કન્સલ્ટન્સી છે જે નાણાકીય સેવા ઉદ્યોગમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ચલાવવામાં વિશેષતા ધરાવે છે.Wipro Ltd કંપનીના શેરની પ્રાઇઝ 21 ફેબ્રુઆરી 2023ના રોજ 528.70 રહી છે.