રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી દુનિયાના ટોપ 10 અમીર લોકોની યાદીમાં સામેલ થઈ ગયા છે. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સ લિસ્ટ મુજબ, મુકેશ અંબાણીની કુલ સંપત્તિ હવે $114 બિલિયન (આશરે રૂ. 9.45 લાખ કરોડ) થઈ ગઈ છે. તેમણે સર્ગેઈ બ્રિનને હરાવીને ટોપ 10માં જગ્યા બનાવી લીધી છે.
ફ્રેન્ચ અબજોપતિ અને લૂઈસ વીટન મોટ હેનેસી (LVMH)ના CEO બર્નાર્ડ આર્નોલ્ટ આ યાદીમાં ટોચ પર છે. આર્નોલ્ટની નેટવર્થ હાલમાં 222 બિલિયન ડોલર (આશરે રૂ. 18.60 લાખ કરોડ) છે. ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક આ યાદીમાં બીજા સ્થાને છે.
5 વર્ષમાં મુકેશ અંબાણીની નેટવર્થ ત્રણ ગણી થઈ
છેલ્લા કેટલાક વર્ષોમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં જબરદસ્ત વધારો જોવા મળી છે. 5 વર્ષમાં તેમની નેટવર્થ 36 બિલિયન ડૉલર (આશરે રૂ. 2.89 લાખ કરોડ)થી વધીને 114 બિલિયન ડૉલર (લગભગ રૂ. 9.45 લાખ કરોડ) થઈ ગઈ છે. એટલે કે 5 વર્ષમાં અંબાણીની નેટવર્થ બમણીથી વધુ વધી છે.
છેલ્લા 5 વર્ષમાં મુકેશ અંબાણીની નેટવર્થ આ રીતે વધી છે
વર્ષ | નેટવર્થ |
2024 | 9.45 લાખ કરોડ |
2023 | 6.91 લાખ કરોડ |
2022 | 7.51 લાખ કરોડ |
2021 | 7.00 લાખ કરોડ |
2020 | 3.06 લાખ કરોડ |
સ્ત્રોત: ફોર્બ્સ
ગૌતમ અદાણી વિશ્વના 16મી સૌથી અમીર વ્યક્તિ
અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણી ફોર્બ્સની રિયલ ટાઈમ બિલિયોનેર્સની યાદીમાં 16માં નંબરે છે. ગૌતમ અદાણીની નેટવર્થ 84 બિલિયન ડોલર (આશરે રૂ. 69.6 લાખ કરોડ) છે. આ યાદીમાં ટોપ 20માં માત્ર 2 ભારતીય છે.