News Updates
INTERNATIONAL

કેનેડાથી ન્યુયોર્ક જતી ફ્લાઈટના કોકપીટમાં આગ:ટેકઓફની થોડીવાર બાદ યુ-ટર્ન, ઘટનાના 18 દિવસ બાદ પાયલટનો ઓડિયો વાયરલ થયો

Spread the love

કેનેડાથી ન્યુયોર્ક જતી ફ્લાઈટના કોકપીટમાં આગ લાગી હતી. ટેકઓફ બાદ તરત જ ફ્લાઈટે યુ-ટર્ન લીધો અને કેનેડાના એરપોર્ટ પર લેન્ડ થઈ.

અમેરિકન મીડિયા ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, એન્ડેવર એર ફ્લાઈટ 4826 CRJ-900 74 મુસાફરોને લઈને જઈ રહી હતી. ન્યૂયોર્ક જવા માટે 3 ફેબ્રુઆરીના રોજ સવારે 6:47 કલાકે ટોરોન્ટો એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. થોડીવારમાં તેની કોકપીટમાં આગ લાગી ગઈ.

થોડી જ વારમાં ફ્લાઈટે યુ-ટર્ન લીધો અને ટોરોન્ટો એરપોર્ટ પર લેન્ડ થઈ. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. હવે આ ઘટના સાથે જોડાયેલો એક ઓડિયો સામે આવ્યો છે.

વિન્ડશિલ્ડ હીટરના વાયરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી
ઘટનાના 18 દિવસ બાદ સામે આવેલા ઓડિયોમાં પાયલોટ ઘટનાની માહિતી આપતા સંભળાય છે. તેણે એર ટ્રાફિક કંટ્રોલ (એટીસી) – ઇમરજન્સીને કહ્યું. કોકપીટમાં સ્પાર્કિંગ છે. કેપ્ટનની સીટની બાજુમાં લગાવેલા વિન્ડશિલ્ડ હીટરના વાયરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ટોરોન્ટો એરપોર્ટ પર પાછા ઉતરવાની મંજૂરી આપો.

એરપોર્ટ પર રેસ્ક્યુ ટીમ તૈયાર જોવા મળી
પાયલોટે આગની જાણ થતાં જ એરપોર્ટ પ્રશાસન એક્શનમાં આવી ગયું હતું. રેસ્ક્યુ ટીમ તૈયાર કરવામાં આવી હતી. ટીમને રનવે નજીક મોકલવામાં આવી હતી. લેન્ડિંગ બાદ પાઇલોટ્સ પ્લેનમાંથી ઉતરી ગયા હતા. તેમણે પોતાને ધુમાડાથી બચાવવા માટે માસ્ક પહેર્યો હતો. રેસ્ક્યુ ટીમે પહેલા મુસાફરોને બચાવ્યા અને પછી આગ ઓલવી. એક ફાયરમેને કહ્યું- આગ હમણાં જ લાગી હતી. લેન્ડિંગ સમયસર કરવામાં આવ્યું હતું. આગ વધુ ફેલાઈ ન હતી. તેથી મુસાફરોને કંઈ થયું નથી.


Spread the love

Related posts

PAK વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટો ભારત આવવા રવાના:SCO મિટિંગમાં ભાગ લેશે; 2014માં કહ્યું હતું- કાશ્મીરની એક-એક ઈંચ જમીન પાછી લઈશું

Team News Updates

Maldives:ઊંડા પાણીમાં કેબિનેટની બેઠક વિશ્વમાં પહેલી વાર,માલદીવના દરિયામાં લેવામાં આવ્યો મોટો નિર્ણય

Team News Updates

અમેરિકાના શિકાગોમાં એક જ દિવસમાં 1000 પક્ષીઓના મોત, જાણો શું છે કારણ

Team News Updates