કાશ્મીરના રસ્તાઓ પર સચિન તેંડુલકર રમ્યા ક્રિકેટ, ક્યારેક સીધા તો ક્યારેક ઉંધા બેટથી ફટકાર્યા રન
નવી દિલ્હી,તા. 22 ફેબ્રુઆરી: ગુરુવાર ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા મહાન સચિન તેંડુલકરે પ્રોફેશનલ ક્રિકેટમાંથી તો રિટાયરમેન્ટ લઈ લીધુ છે, પરંતુ જ્યારે પણ તેમને તક મળે છે ત્યારે તે મેચ રમતા જરાય શરમાતા નથી. સચિન તેંડુલકર હાલ જમ્મુ કાશ્મીરના પ્રવાસે છે. કાશ્મીરને ભારતનું સ્વર્ગ પણ કહેવામાં આવે છે.
જમ્મુ કાશ્મીરના રસ્તાઓ પરથી તેમની ગાડી પસાર થાય છે અને તે રસ્તા પર કેટલાક સ્થાનિક બાળકોને ક્રિકેટ રમતા જોવે છે તો તે પોતાને ક્રિકેટ રમતાં રોકી શકતા નથી અને ગાડીમાંથી ઉતરીને સચિન લોકો સાથે થોડી મસ્તીની ક્ષણો માણી લે છે.
સચિને લખ્યું- ક્રિકેટ-કાશ્મીર, સ્વર્ગમાં મેચ
સચિન તેંડુલકરે જમ્મુ કાશ્મીરના રસ્તાઓ પર કેટલાક યુવાનો સાથે ક્રિકેટ રમતો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોને પોસ્ટ કરતાં કેપ્શનમાં લખ્યું કે- ક્રિકેટ કાશ્મીર, સ્વર્ગમાં મેચ.
સચિન તેંડુલકરનો આ વિડીયો જોવા માટે નીચે લીંક પર ક્લિક કરો..
https://facebook.com/Newsupdatesgujarati/videos/2550474581799518
આ વીડિયોમાં જોવા મળે છે કે, સચિન પોતાની બ્લેક કારમાંથી નીચે ઉતરે છે. કેટલાક લોકો રસ્તા પર ડબ્બા અને બોક્સના સ્ટમ્પ બનાવીને ક્રિકેટ રમતા હતા. ક્રિકેટર સીધા જ તેમની પાસે જાય છે અને પૂછે છે, શું હું પણ રમી શકું? ત્યાં ક્રિકેટ રમતાં લોકોને લાગ્યું કે, તેમની ઈચ્છા પૂરી થઈ ગઈ છે. તેણે તરત જ માસ્ટરને બેટ સોંપી દીધુ હતુ.
આ પછી સચિન પૂછે છે કે, મેનબોલર કોણ છે? અને બેટિંગ શરૂ કરો. આ દરમિયાન સ્ટ્રેટ ડ્રાઇવ, કવર ડ્રાઇવ સહિત ઘણા ક્રિકેટિંગ શોટ્સ બતાવે છે. આ વિડિયોમાં સચિનની આજુબાજુ સુરક્ષાકર્મીઓ પણ જોવા મળી રહ્યાં છે. સચિન બેટને ઊંધું પકડીને પણ બેટિંગ કરતા જોવા મળ્યા. સચિનના પત્ની અંજલિ અને પુત્રી સારા પણ તેમની સાથે જમ્મુની ટ્રીપ પર છે.