News Updates
NATIONAL

ભાજપે સંદેશખાલી પર ડોક્યુમેન્ટરી બનાવી:કહ્યું- એક એવું સત્ય જે આપણા અંતરાત્માને હચમચાવી દેશે, મમતા છુપાવતી રહી; DGPએ કહ્યું- દોષિતો સામે કાર્યવાહી કરાશે

Spread the love

બંગાળના સંદેશખાલીમાં મહિલાઓની જાતીય સતામણી અંગે ભાજપે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ગુરુવારે (22 ફેબ્રુઆરી) એક ડોક્યુમેન્ટરી રિલીઝ કરી છે. ભાજપે કેપ્શનમાં લખ્યું – સંદેશખાલીનું એક એવું સત્ય જે આપણા અંતરાત્માને હચમચાવી દેશે. મમતા બેનર્જી આ સત્યને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે.

ભાજપની 20 મિનિટ 41 સેકન્ડની ડોક્યુમેન્ટ્રીમાં સંદેશખાલીની મહિલાઓ પોતાના અનુભવો વર્ણવી રહી છે. જેમાં એક મહિલાએ દાવો કર્યો હતો કે TMC નેતા શિબપ્રસાદ હઝરા એટલે કે શિબુ હઝરા તેને તેના ઘરેથી ઉઠાવડાવી લેતો હતો. TMCના લોકો છોકરીઓની સુંદરતા જોઈને તેને પોતાની સાથે લઈ જતા હતા. છોકરીઓ તેમના માટે એક મનોરંજનનું માધ્યમ હતી.

એક મહિલાએ જણાવ્યું કે શિબુ હઝરાના લોકો રાત્રે 2 વાગ્યે બોલાવવા આવતા હતા. કહેતા કે દાદા (શિબુ હઝરા) બોલાવે છે. તેમનો આદેશ એટલે ભગવાનનો હુકમ. હું રાત્રે 2 વાગ્યે જતી હતી અને સવારે 5 વાગ્યે પાછી આવતી. હું દુકાન ચલાવું છું. જો તેમના બોલાવવા પર હું ન જાઉ તો તેઓએ મારી દુકાન તોડી નાખી હોત.

ડોક્યુમેન્ટ્રીમાં એક વ્યક્તિએ જણાવ્યું કે TMC​​​​​​​ના લોકો મને ઉપાડી ગયા હતા. મારા બાળકને ફેંકી દીધો હતો. મારી પત્નીને માર માર્યો અને કહ્યું કે જઈને શાહજહાં શેખને મળો. મને કહ્યું હતું કે TMCનો ઝંડો પકડી રાખો નહીંતર મારી નાખવામાં આવશે.

DGPએ કહ્યું- દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે

આ તરફ બંગાળના DGP રાજીવ કુમાર બુધવારે સંદેશખાલી ગયા હતા. તેમણે ત્યાં રાતભર રોકાઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો. ગુરુવારે કોલકાતા પરત ફર્યા બાદ DGP રાજીવે કહ્યું કે પોલીસ સંદેશખાલીમાં દરેક વ્યક્તિની ફરિયાદો સાંભળશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરશે. જો ​​​​​​​લોકોને ટોર્ચર કરવામાં કોઈ​​​​​​​ સંડોવાયેલ હશે તો અમે તેની સામે કડક કાર્યવાહી કરીશું.


Spread the love

Related posts

હવે મુંબઈ ડૂબ્યું પહેલા દિલ્હી:ચારધામ યાત્રામાં હજારો શ્રદ્ધાળુઓ ફસાયા, 6 કલાકમાં જ 11.8 ઈંચ વરસાદ ખાબક્યો, સ્કૂલ-કોલેજો બંધ, 5 ટ્રેન રદ

Team News Updates

11 વૈજ્ઞાનિકો ફસાયા વેક્સિન પર રિસર્ચ કરતા BHUનાં:ભારત બાયોટેકે રૂ. 5 કરોડનો બદનક્ષીનો દાવો કર્યો, કોવેક્સિનની ખોટી અસરો જણાવી હતી

Team News Updates

Football Match In Jamaica: લોકોના મોત,Live મેચમાં ગોળીનો વરસાદ થતા,ઘાયલ  અનેક ચાહકો

Team News Updates