News Updates
MORBI

મોરબી જિલ્લા કોંગ્રેસમાં વિવાદ:પૂર્વ જિલ્લા પ્રમુખ જયંતી પટેલનું 38 વર્ષ બાદ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું

Spread the love

મોરબી જિલ્લાના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના જુના અગ્રણી જયંતી પટેલે પક્ષમાંથી રાજીનામુ ધરી દીધું છે. તાજેતરમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા મોરબી જિલ્લા પ્રમુખ તરીકે કિશોરભાઈ ચીખલીયાની વરણી કરવામાં આવી હતી. જેની સામે કાર્યકર્તાઓમાં નારાજગી હોવાથી જિલ્લાના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલે આ નિમણૂક સામે વિરોધનો કર્યો હતો. આ મામલે પ્રદેશ કક્ષા સુધી રજૂઆતો કરવામાં આવી હતી. પણ આ નિર્ણયમાં કોઈ ફેરફાર કરવામાં ન આવતા નારાજગી જોવા મળતા જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામુ ધરી દીધું છે.

જયંતીભાઈ પટેલે પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને લેખિત જાણ કરી છે કે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ સાથે તેઓ વર્ષોથી જોડાયેલા હતો. હાલમાં કોંગ્રેસ પક્ષમાંથી તમામ હોદ્દા પરથી અને પ્રાથમિક સભ્યપદેથી તેઓ સ્વેચ્છિક રાજીખુશીથી અંગત કારણોસર રાજીનામું આપે છે. પક્ષના આગેવાનો અને પક્ષના તમામ કાર્યકરોનો હંમેશા સાથ સહકાર માટે આભાર માને છે. ઉલ્લેખનીય છે કે, જયંતીભાઈ પટેલ 1985થી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા હતા. તેઓ કોંગ્રેસના જુના નેતા તરીકે જાણીતા છે.


Spread the love

Related posts

MORBI:રીક્ષાના પાછળના ટાયરમાં આવી જતા બાળકનું મોત મોરબીના વિસીપરામાં,રીક્ષાચાલક ફરાર

Team News Updates

મોરબીમાં લગ્ન પ્રસંગમાં જમાણવાર બાદ 40 લોકોને ફૂડ પોઇઝનિંગ, 7 લોકો સારવાર હેઠળ

Team News Updates

Morbi:વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસ્યો વરસાદ, મોરબીના અનેક વિસ્તારોમાં

Team News Updates