ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી ઘર આંગણે રમાઈ રહી હતી. ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામે 4-1 થી શાનદાર જીત સિરીઝ જીતી લીધી છે. સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ ધર્મશાળામાં રમાઈ રહી હતી. જ્યાં ભારતે એક ઈનીંગ અને 67 રનથી ઈંગ્લેન્ડ સામે જ્વલંત વિજય મેળવ્યો હતો. ભારતીય સ્પિનરોનો ઈંગ્લેન્ડ સામે ધર્મશાળામાં દબદબો જોવા મળ્યો હતો.

ઈંગ્લેન્ડની ટીમે ધર્મશાળામાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. પરંતુ ઈંગ્લીશ ટીમ 218 રન નોંધાવીને સમેટાઈ ગઈ હતી. ભારતીય સ્પિનરો રવિચંદ્રન અશ્વિન અને કુલદીપ યાદવે પ્રથમ દાવમાં ધમાલ મચાવી હતી. અશ્વિને પ્રથમ દાવમાં 4 અને કુલદીપે 5 વિકેટ ઝડપી હતી. ઈંગ્લીશ ઓપનર ઝાક ક્રાઉલીએ પ્રથમ દાવમાં અડધી સદી નોંધાવી હતી.
ભારતીય બેટર્સે કરી ધુલાઈ
ધર્મશાળા ટેસ્ટમાં ભારતીય ટીમના બેટર્સે ઈંગ્લીશ બોલરોની ધુલાઈ કરી દીધી હતી. ભારતીય ટીમે પ્રથમ દાવમાં 477 રન નોંધાવ્યા હતા. સુકાની રોહિત શર્મા અને શુભમન ગિલે શાનદાર સદી નોંધાવી હતી. જ્યારે ઓપનર યશસ્વી જયસ્વાલે અડધી સદી નોંધાવી હતી. દેવદત્ત પડિકલે પણ 65 રનની ઈનીંગ રમીને ટીમ ઈન્ડિયાની શરુઆત મજબૂત બનાવી હકતી. સરફરાઝ ખાને 56 રન અને કુલદીપ યાદવે 30 તથા બુમરાહે 20 રન નોંધાવ્યા હતા.
આમ ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં જ ઈંગ્લેન્ડ સામે ટોસ હારીને જબરદસ્ત પ્રદર્શન કરીને વિશાળ લીડ મેળવી લીધી હતી. તો બીજા દાવમાં પણ ભારતીય ટીમના સ્પિનરોનો દબદબો જોવા મળતા ફરી ઈંગ્લીશ બેટર્સ પ્રથમ દાવની જેમ જ ઝડપથી વિકેટ ગુમાવતા 195 રનમાં જ દાવ સમેટાઈ ગયો હતો. બીજા દાવમાં જો રુટે 84 અને જોની બેયરસ્ટોએ 39 રન નોંધાવ્યા હતા. ઓલી પોપ 19 અને ટોમ હાર્ટલીએ 20 રન નોંધાવ્યા હતા.