News Updates
BUSINESS

સામાન્ય લોકોની મુશ્કેલી વધી, બટાકા અને ડુંગળીના ભાવમાં થયો વધારો, જાણો કેટલા વધ્યા ભાવ

Spread the love

દેશમાં ડુંગળીના સૌથી મોટા જથ્થાબંધ બજાર નાશિકમાં જ ડુંગળીના ભાવમાં વધારો થયો છે. આ વર્ષે 31 માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હતો. પરંતુ સમય પહેલા તેને દૂર કરી દેવામાં આવ્યો છે. બજારમાં પૂરતી માત્રામાં ડુંગળી ઉપલબ્ધ નથી, ત્યારે તેના ભાવ વધશે.

લસણના ભાવથી પરેશાન લોકોને રાહત મળ્યા બાદ હવે બટાટા અને ડુંગળીના ભાવમાં થયેલા વધારાથી મુશ્કેલીમાં વધારો થયો છે. એક મહિના પહેલા 350 થી 400 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતા લસણના ભાવમાં ઘટાડો થયો છે. તો બીજી તરફ બટાકાના ભાવમાં એક અઠવાડિયામાં કિલોએ 10 રૂપિયાનો વધારો થયો છે.

ડુંગળીના ભાવ વધીને 30 થી 35 રૂપિયા થયા

બટાકા ઉપરાંત ડુંગળીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે અને ભાવ 5 રૂપિયા વધીને 30 થી 35 રૂપિયા થયા છે. વેપારીઓએ કહ્યુ કે, હોળીનો તહેવાર નજીક આવતાં જ બટાકાના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે. એક અઠવાડિયા પહેલા જે બટાટા જથ્થાબંધ બજારમાં 8 રૂપિયે કિલો અને છૂટકમાં 15 થી 18 રૂપિયાના ભાવે વેચાતા હતા તે હવે હોલસેલમાં 15 રૂપિયા કિલો અને છૂટકમાં 22 થી 25 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યા છે.

બટાટા અને ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો થવાનો અહેવાલ

બટાકાના વેપારીએ જણાવ્યું કે, બટાકાના ભાવ હવે સ્થિર રહેશે. આવનારા સમયમાં ડુંગળીના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે રજૂ કરેલા વર્ષ 2023-24 માટે બાગાયતી પાકોના ઉત્પાદનના પહેલા આગોતરા અંદાજમાં બટાટા અને ડુંગળીના ઉત્પાદનમાં ઘટાડો થવાની વાત છે. આ અહેવાલ બાદ ભાવ વધવા લાગ્યા છે.

છૂટક બજારમાં બટાકાનો ભાવ હતો 10 રૂપિયા પ્રતિ કિલો

બે અઠવાડિયા પહેલા બટાટા છૂટક બજારમાં અંદાજે 10 રૂપિયા કિલોના ભાવે વેચાતા હતા. એક સપ્તાહ પહેલા તેના ભાવમાં થોડો વધારો જોવા મળ્યો હતો અને હવે તે ડબલ થયા છે. છેલ્લા એક-બે સપ્તાહ દરમિયાન ડુંગળીના ભાવમાં પણ વધારો થયો છે.

બજારમાં પૂરતી માત્રામાં ડુંગળી ઉપલબ્ધ નથી

દેશમાં ડુંગળીના સૌથી મોટા જથ્થાબંધ બજાર નાશિકમાં જ ડુંગળીના ભાવમાં વધારો થયો છે. આ વર્ષે 31 માર્ચ સુધી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હતો. પરંતુ સમય પહેલા તેને દૂર કરી દેવામાં આવ્યો છે. તેથી જ ખેડૂતો ડુંગળીને અટકાવીને બજારમાં મોકલી રહ્યા છે. બજારમાં પૂરતી માત્રામાં ડુંગળી ઉપલબ્ધ નથી, ત્યારે તેના ભાવ વધશે.


Spread the love

Related posts

અદાણીના શેરમાં તોફાની તેજી, આ અહેવાલ બાદ રોકાણકારોની ખરીદી માટે પડાપડી

Team News Updates

સોના- ચાંદીના ભાવમાં સતત ઘટાડો:આ મહિનામાં અત્યાર સુધીમાં સોનું ₹1400થી વધુ સસ્તું થયું, 18 કેરેટ સોનાની કિંમત ઘટીને 44 હજાર થઈ

Team News Updates

ઈઝરાયેલના રણમાં થાય છે મત્સ્યપાલન, માછીમારી દ્વારા કરે છે લાખોની કમાણી, જાણો કેવી રીતે કરે છે મત્સ્ય ઉછેર

Team News Updates