વધતી મોંઘવારી વચ્ચે વડોદરાવાસીઓ પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. વડોદરામાં આજથી સિટી બસની સવારી મોંઘી થઈ છે. સિટી બસની ટિકિટના દરોમાં ભાવ વધારાનો અમલ શરૂ થઈ ગયો છે.
વધતી મોંઘવારી વચ્ચે વડોદરાવાસીઓ પર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે. વડોદરામાં આજથી સિટી બસની સવારી મોંઘી થઈ છે. સિટી બસની ટિકિટના દરોમાં ભાવ વધારાનો અમલ શરૂ થઈ ગયો છે.
અત્યાર સુધી વડોદરામાં સિટી બસનું મિનિમમ ભાડું 5 રૂપિયા હતુ જે વાધારીને 7 રૂપિયા કરવામાં આવ્યું છે. સિટી બસના સંચાલકોનું કહેવું છે કે ઈંધણના ભાવમાં વધારાના કારણે બસ સંચાલકોને નુક્સાની વેઠવી પડતી હતી..પરિણામે ઘણા સમય બાદ અમે ટિકિટના ભાવ વધાર્યા છે.
વડોદરા શહેરમાં રોજ એક લાખથી પણ વધુ નાગરિકો સિટી બસ સેવાનો ઉપયોગ કરે છે. શહેરના વિવિધ રૂટ પર અંદાજિત 130 જેટલી સિટી બસ દોડી રહી છે. વિદ્યાર્થીઓ. નોકરિયાત, વરિષ્ઠ નાગરિકો અવર-જવર માટે સિટી બસનો વ્યાપક ઉપયોગ કરે છે ત્યારે આવામાં આ ભાવ વધારો મુસાફરો માટે બોજ વધારાશે. મુસાફરોનું કહેવું છે કે ભાવ વધારા સામે મુસાફરોને પણ વધુ સુવિધા મળવી જોઈએ.