- 426 પેસેન્જરોવાળા વિમાન માટે બોઇંગ કંપનીએ નિરીક્ષણ કર્યું
- એડવાન્સ ટેક્નોલોજીવાળા વિમાનના લેન્ડિંગ વખતે પાંખિયાં ફોલ્ડ થઇ જશે
- 20થી 30 ટકા ઓછું ઈંધણ બાળશે, આકાશમાં અવાજ પણ ઓછો થશે
એરબસ A-380 બાદ અમદાવાદ એરપોર્ટ પર આગામી સમયમાં વિશ્વનું બીજા નંબરનું જમ્બો પેસેન્જર વિમાન પ્રથમ વખત ઉતરશે, 426 પેસેન્જરોની ક્ષમતાવાળા બોઇંગ 777-900 સિરિઝના આ વિમાનમાં બેસવાનો લાભ પેસેન્જરોને મળશે. કેમ કે એમિરેટસ એરલાઇન અમદાવાદથી દુબઇ માટે આગામી સમયમાં આ વિમાનનો ઉપયોગ કરશે, તેવુ વિશ્વસનીય સુત્રોએ જણાવ્યું છે. જમ્બો વિમાન અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થાય તે પહેલા બોઇંગ કંપનીએ શુક્રવારે અમદાવાદ એરપોર્ટનું નિરિક્ષણ કર્યું હતું.
ખાસ વિમાનના ટેકએફ-લેન્ડીંગ અને પાર્કિંગ માટે નક્કી કરાયેલા પેરામીટર મુજબ ચકાસણી કરવામાં આવી હતી. દરમિયાન અમદાવાદ એરપોર્ટ આ વિમાનને ટેકઓફ-લેન્ડીંગ અને પાર્કિંગ માટે સક્ષમ હોવાનું જણાવ્યું હતું. એડવાન્સ ટેકનોલોજીવાળા ખાસ પ્રકારના ડિઝાઇન કરેલા વિમાનની વિશેષતા એ છે કે લેન્ડીંગ વખતે પાંખીયા ફોલ્ડ થઇ જશે, ઇંધણ 20 થી 25 ટકા ઓછુ બળશે અને આકાશમાં અવાજ પણ ઓછો કરશે.
ભારતમાં આવનારા 777-900 સિરિઝના બોઇંગની ટીમ દેશના પાંચ એરપોર્ટ પર નિરિક્ષણ કરવાની હતી. જે પૈકી ટીમે અમદાવાદ એરપોર્ટની પ્રથમ પસંદગી ઉતારી હતી અને લગભગ ચાર થી પાંચ કલાક કરેલી મુલાકાતમાં બોઇંગને અમદાવાદમાં લાવવા માટે જરૂરી ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ મુજબ ટર્મિનલ, પાર્કિંગ, રેમ્પ એરિયા, રન-વે અને ટેક્સી-વેના વિવિધ પેરામીટર્સ ચેક કર્યા હતા.
આખરે બોંઇગને અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાની લીલીઝંડી મળી ગઇ છે, મહત્વનું એ છે કે હાલમાં એમિરેટ્સ એરલાઇન 777-350 સિરિઝનું 256 પેસેન્જરોની ક્ષમતાવાળુ વિમાન અમદાવાદથી દુબઇના રૂટસ પર સંચાલન કરે છે હવે એરલાઇન આ રૂટસ પર 426 ડબલ પેસેન્જરોની ક્ષમતાવાળું વિમાન ઓપરેટ કરશે. આગામી સમયમાં એરઇન્ડિયા લંડન રૂટ પર 316 પેસેન્જરોની ક્ષમતાવાળુ A350-900 સિરીઝનું વિમાન ટેકઓફ કરશે.
- લેન્થ: 251 ફૂટ, 9 ઇંચ (76.72 મીટર)
- વિન્ગસ્પાન: 235 ફૂટ, 5 ઇંચ (71.75 મીટર)
- ઓન ગ્રાઉન્ડ : 212 ફૂટ, 9 ઇંચ (64.85 મીટર)
- કેબીન: આરામદાય 16 ઇંચ પહોળી સીટ તેમજ બિઝનેસ, ફર્સ્ટ, ઇકોનોમી કલાસ હશે.
- રૂપરેખાંકન: ટ્વીન-એશિઅલ (વાઇડબોડી)
- એન્જિન: GE9X, GE એવિએશન દ્વારા પુરું પાડવામાં આવશેે જે અત્યાર સુધીનું સૌથી મોટુ એન્જિન હશે
- Airbus બેલુગા વ્હેલ આકારનું દેખાય છે
- AN-124 હેવી ટ્રાન્સપોર્ટ માટે ઉપયોગમાં લેવાય છે.
આ એરલાઇન જમ્બો સીરિઝના વિમાન ઓપરેટ કરે છે | |||||
એરલાઇન | સેક્ટર | એરક્રાફ્ટ | પેસેન્જર | બિઝનેસ | ઇકોનોમી |
સિંગાપોર | સિંગાપોર | A350-900 | 303 | 40 | 263 |
એમિરેટ્સ | દુબઇ | 777-200 | 302 | 38 | 264 |
એરઇન્ડિયા | લંડન | 737 ડ્રીમલાઇનર | 253 | 18 | 235 |
ભારતમાં આગામી સમયમાં આવનાર બોઇંગ 777-900 સિરિઝના નવા વિમાનનો ઓર્ડર બોઇંગ કંપનીને આપી દેવાયો છે, હજુ એકપણ એરક્રાફ્ટની ડિલિવરી થઇ નથી. જો કે થોડા સમય પહેલા દુબઇ અને હૈદરાબાદ ખાતે યોજાયેલા એર શોમાં આ વિમાન ડિસપ્લે કરવામાં આવ્યા હતા.
અમદાવાદ એરપોર્ટના 3505 મીટર રન-વે નવો બનાવ્યા બાદ 395 મીટર ટેક્સી-વે વધારીને કુલ 1895 મીટરનો કરાયો છે, સાથે સાથે રેમ્પ એરિયામાં પણ ફેરફાર કરવામાં આવતા જમ્બો વિમાનનું લેન્ડીંગ શક્ય બન્યું છે.