News Updates
GUJARAT

GUJARAT:કમોસમી વરસાદની આગાહી,ગુજરાતમાં આંબા પર કેરીના પાકને નુકસાનક;ખેડૂતોની ચિંતા વધી

Spread the love

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે હાલમાં આંબા પર કેરીનો પાક તૈયાર થઈ રહ્યો છે. તેવામાં કમોસમી વરસાદની આગાહીને પગલે પાકને નુકસાન થવાની ભીંતિ છે. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતના મુખ્ય પાક શેરડી છે અને બાગાયતી પાક તરીકે કેરીનો ખેડૂતો લેતા હોય છે. દક્ષિણ ગુજરાતની કેરીઓ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. હવામાન વિભાગે કરેલી આગાહીને કારણે દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા આવવાની શક્યતા ને જોતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.


દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને નવસારી વલસાડ અને ધરમપુર વિસ્તારમાં કેરીનું મબલક ઉત્પાદન થાય છે. આ વિસ્તારની કેસર સહિતની કેરીઓ ખૂબ જ મીઠાશવાળી હોય છે અને તેના કારણે કેરીના રસિયાઓ ખૂબ જ આતુરતાથી બજારમાં તેના આગમનની રાહ જોતા હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગને કારણે વાતાવરણમાં આવતા એકાએક પલટાને કારણે કેરીના રસિયાઓનો સ્વાદ પણ બગડતો હોય છે. છેલ્લા એક સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં અસહ્ય ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે, તે મુજબ વાતાવરણમાં પલટો આવી શકે છે તેને કારણે માવઠાં જેવી સ્થિતિ અથવા તો કમોસમી વરસાદ પણ થઈ શકે છે.

ખેડૂત અગ્રણી જયેશ પટેલે જણાવ્યું હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠા જેવી સ્થિતિ ઊભી થાય એવી આગાહી કરવામાં આવી છે. હાલ કેરીના લગભગ પાક તૈયાર થવાની તૈયારીમાં છે, એવા સમયે જો કામ કસમયે વરસાદ આવે તો કેરીના પાકને ખૂબ મોટું નુકસાન થવાની શક્યતા છે. માર્ચ મહિનામાં પણ એક વખત માવઠું આવ્યું હતું અને એને કારણે આંબા ઉપર જે મોરવા લાગવા જોઈએ એ સારી રીતે લાગી શક્યા ન હતા. એના કારણે શરૂઆતથી જ પાકને નુકસાન થયું હતું. જો હાલ કમોસમી વરસાદને વધુ નુકસાન થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં અંદાજે 85 હજાર હેક્ટર જમીનમાં કેરીનું વાવેતર થાય છે. કમોસમી વરસાદ આવે તો આ વખતે કેરીનો સ્વાદ વધુ બગડવાની શક્યતા છે.


Spread the love

Related posts

સનાતન ધર્મની ધૂન પર નાચ્યો હાથી, લગાવ્યા જોરદાર ઠુમકા

Team News Updates

શરીરમાં એનર્જી વધારવા માટે કારગર છે સીતાફળ, જાણો અદભૂત ફાયદાઓ

Team News Updates

SCએ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂક્યો, સદગુરુ જગ્ગી વાસુદેવને મોટી રાહત

Team News Updates