News Updates
SURAT

 SURAT:5 લાખનો ઉભો પાક બળીને ખાખ,7 વિઘામાં શેરડીનો પાક સળગાવી નાખ્યો ,મિલકતના ઝઘડામાં માતા-પુત્રી ગુસ્સે ભરાઈ 

Spread the love

સુરત શહેરના વરિયાવ વિસ્તારમાંથી વિચિત્ર બનાવ સામે બન્યો છે. મિલકતના હિસ્સાના ચાલતા ઝઘડામાં ગુસ્સે ભરાયેલી વિધવા ભાભીએ તેની પુત્રી સાથે દિયર દ્વારા ખેતરમાં પકવેલી શેરડી સળગાવી દીધી હતી. દિયર અને તેના પુત્રએ ભાભીની આ હરકત વીડિયોમાં કેદ કરી લીધી હતી. 7 વિઘાના ખેતરમાં શેરડીના તૈયાર થઈ ગયેલા ઉભા પાકને સળગાવતો લાઈવ વીડિયો સામે આવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ખેતર સળગાવનાર માતા-પુત્રીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વરિયાવના કંટારા ફળિયામાં રહેતા ખેડૂત પ્રવિણભાઈ ગણેશભાઈ પટેલે (ઉં.વ.53) જહાંગીરપુરા પોલીસ મથકમાં પોતાની વિધવા ભાભી વિરુદ્ધ ફરિયાદ આપી છે. પ્રવીણભાઈએ ફરિયાદ અનુસાર તેઓ પોતે કંટારા ફળિયામાં રહે છે અને વરિયાવમાં વડીલો પાર્જિત 7 વીઘા જમીનમાં ખેતીકામ કરે છે. પરિવારમાં ત્રણ બહેનો પાર્વતી, મણી અને પ્રતીભા તથા ચાર ભાઈઓ મહાદેવ, અર્જુન, હસમુખ અને પોતે હતા. 7 ભાઈ-બહેન પૈકી ચોથા નંબરનો ભાઈ અર્જુન મૃત્યુ પામ્યો છે.

અર્જુનના મૃત્યુ પહેલાં જ છૂટાછેડા થઈ ગયા હતા. ત્યાર બાદ વડીલો પાર્જિત મિલકતના હિસ્સાની વહેંચણી શરૂ થઈ હતી. ભાઈઓ ત્રણ સગી બહેનોને હિસ્સો આપવા માગતા હતા, પરંતુ સ્વર્ગસ્થ ભાઈ અર્જુનની ડિવોર્સ લઈ છૂટી થયેલી પત્ની જ્યોતિ અને તેની દીકરી ખુશ્બુ તેનો વિરોધ કરે છે. પોતે મિલકતમાં હિસ્સો માગે છે. આ મામલે સુરતની રેવન્યુ કોર્ટમાં 2016થી દાવો ચાલે છે.

દરમિયાન ગઈ તા.26 જાન્યુઆરીના રોજ ખેતરમાં પ્રવીણભાઈએ શેરડીનું વાવેતર કર્યું હતું. તેની સામે વિધવા ભાભી જ્યોતિએ કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. નવી પારડીમાં 3 ફેબ્રુઆરીએ દાવો કર્યો હતો. તેથી શેરડીની કાપણી અટકી ગઈ હતી. દરમિયાન ગઈ તા.17 એપ્રિલના રોજ પ્રવીણભાઈ ઘરે બેઠાં હતાં ત્યારે અડધો કિલો મીટર દૂર ખેતરમાંથી આગનો ધૂમાડો નીકળતા પ્રવીણભાઈ અને તેમનો દીકરો તરત ખેતર તરફ દોડ્યા હતા.

પ્રવીણભાઈ અને તેમનો દીકરો ખેતરમાં પહોંચતા જ તેમના ભાઈની ડિવોર્સ પત્ની જ્યોતિબેન અને તેમની દીકરી ખુશ્બુ શેરડીને આગ ચાંપતા નજરે પડ્યા હતા. પ્રવીણભાઈના દીકરાએ બંનેની હરકતનો વીડિયો ઉતારી લીધો હતો. વિધવા ભાભી અને ભત્રીજીની હરકતના લીધે પ્રવીણભાઈનો 5 લાખની કિંમતનો શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો હતો.

આ સમગ્ર બનાવને પગલે પ્રવીણભાઈએ ખેતરમાં આગ લગાવનાર તેમના ભાભી જ્યોતિબેન અને ભત્રીજી ખુશ્બુ સામે જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રવીણભાઈની ફરિયાદને આધારે અને ખેતરમાં સળગાવતા લાઈવ વીડિયોને આધારે જ્યોતિબેન અને તેમની પુત્રી ખુશ્બુ સામે ગુનો નોંધી બંનેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Spread the love

Related posts

4 વર્ષના બાળકનું રોગચાળાથી મોત:  લોહીની ઊલટી બાદ મોત; બે દિવસના તાવમાં વધુ તબીયત લથડતાં સિવિલમાં ખસેડાયો

Team News Updates

માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય:સુરતના પાંડેસરામાં સમોસાની લાલચ આપી નરાધમે 5 વર્ષના બાળકનું અપહરણ કર્યું, આરોપી ભાગે તે પહેલાં જ પોલીસે ઝડપ્યો

Team News Updates

ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી આવશે ગુજરાત, 11 જૂને સુરતમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપશે, જાણો તેમના અન્ય કાર્યક્રમ

Team News Updates