નવસારી જીલ્લો દીપડા માટે વસવાટનું કેન્દ્ર બન્યું હોય તેમ પૂર્વ પટ્ટીના ગામોમાં થોડા દિવસના અંતરે દીપડા દેખાતા હોય છે ત્યારે ફરી વાર નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલા સાધનપુર ગામના પહાડ ફળિયામાં દિપડો દેખાતા ગ્રામજનો દ્વારા વન વિભાગને ફરિયાદ કરી હતી જેને પગલે પાંજરુ ગોઠવામાં આવ્યો હતો જેમાં શિકારની શોધમાં આવેલા દીપડો પાંજરે પુરાતા ગામ જેનોને હાશકારો થયો છે.
સાદકપોર ગામના પહાડ ફળિયામાં વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવામાં આવ્યું હતું.વહેલી સવારે દીપડો પાંજરે પૂરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી.ચીખલી વન વિભાગ એ દીપડાનો કબજો લઈ દીપડાનું મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દીપડાને ફરી જંગલ વિસ્તારમાં છોડી દેવાની તજવીજ હાથ ધરવામાં આવશે.
નવસારીના પૂર્વમાં આદિવાસી વિસ્તારોમાં જંગલ આછા થતા શિકારની શોધમાં હિંસક દિપડા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો તરફ આવવા માંડ્યા, અહીં શેરડી અને ડાંગરના ખેતરો સાથે જ ચીકુ અને આંબાવાડીઓ, નદી અને કોતરો રહેવા માટે અનુકૂળ રહી શિકાર પણ સરળતાથી મળી રહેતા ચાલાક દિપડાઓને ખેતર અને વાડીઓ રહેવા માટે માફક આવી રહ્યા છે.ખાસ કરીને નવસારી જિલ્લો તેમને માફક આવી ગયો છે.પૂર્વ પટ્ટીના ગામોમાં ઘણીવાર દિપડાઓ રસ્તાઓ, હાઇવે તેમજ કોઈના ખેતર કે ઘરની દિવાલો પર લટાર મારતા જોવા મળી જાય છે. જેથી જંગલમાંથી ખેતરો અને વાડીઓમાં રહેતા શીખેલા ચબરાક દિપડાઓ હવે માનવવસ્તી સાથે રહેવાનું શીખવા માંડ્યા છે. ગ્રામ્ય વિસ્તાર પણ હવે દીપડાઓ માટે ટૂંકો પડતા શહેરી વિસ્તાર તરફનું સ્થળાંતર ચિંતા ઉપજાવનારું છે.