News Updates
BUSINESS

 5G ડીલમાં પણ સામેલ થવાની અપેક્ષા,નોકિયા અને એરિક્સન સાથે વાતચીત કરે છે વોડાફોન-આઈડિયા,જૂન-જુલાઈમાં 4G નેટવર્કને અપગ્રેડ કરવાનો ઓર્ડર આપી શકે છે કંપની 

Spread the love

ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા (VI) તેના 4G નેટવર્કને અપગ્રેડ કરવા માટે યુરોપિયન વિક્રેતાઓ Nokia અને Ericsson સાથે વાતચીત કરી રહી છે. ઈકોનોમિક ટાઈમ્સે તેમના એક અહેવાલમાં આ અંગે માહિતી આપી છે. અહેવાલ મુજબ, ફોલો-ઓન પબ્લિક ઓફર એટલે કે ₹18,000 કરોડના FPO પછી વાટાઘાટોએ વેગ પકડ્યો છે.

કંપની 4G ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે લગભગ ₹13,000 કરોડનો ખર્ચ કરી શકે છે. ચૂંટણી બાદ કંપની જૂન-જુલાઈમાં પરચેઝિંગ ઓર્ડર આપી શકે છે. આમાં 5G ડીલ પણ સામેલ હોઈ શકે છે. જો કે કંપનીએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.


FPO દ્વારા ભંડોળ એકત્ર કરવા ઉપરાંત, ટેલિકોમ કંપની દેવા દ્વારા ₹25,000 કરોડ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહી છે. આ સિવાય કંપનીએ પ્રેફરન્શિયલ શેર ઇશ્યૂ દ્વારા પ્રમોટર યુનિટ પાસેથી ₹2,075 કરોડ એકત્ર કરવાની મંજૂરી આપી હતી.


રિપોર્ટ અનુસાર, Vodafone Ideaએ 5G લોન્ચ કરતા પહેલા 4 નેટવર્ક અપગ્રેડ કરવા પડશે. એક અધિકારીએ ઈકોનોમિક ટાઈમ્સને જણાવ્યું કે વોડાફોન આઈડિયાના 4જી નેટવર્કમાં ચાઈનીઝ વેન્ડર્સનો મોટો હિસ્સો છે, પરંતુ ચાઈનીઝ ફર્મને 5જી નેટવર્ક માટે મંજૂરી નથી. તેથી, ટેલિકોમ કંપનીએ સૌપ્રથમ યુરોપિયન વિક્રેતાઓ દ્વારા 4G નેટવર્કને અપગ્રેડ કરવું પડશે અને પછી 5G રોલઆઉટની યોજના બનાવવી પડશે.


વોડાફોન આઈડિયા નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહી છે, જેના પર 210000 કરોડ રૂપિયાનું દેવું છે. Vodafone Idea તેની હરીફો (Jio અને Bharti Airtel) સાથે સ્પર્ધા કરવા માટે તેની સેવા અને મૂળભૂત માળખામાં સુધારો કરવા માગે છે. કંપની હાલમાં રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ જેવા મોટા સ્પર્ધકોથી ઘણી પાછળ છે.


ફોલો ઓન પબ્લિક ઑફર (FPO) એ એવી પ્રક્રિયા છે જેના દ્વારા સ્ટોક એક્સચેન્જમાં પહેલેથી જ લિસ્ટેડ કંપની રોકાણકારો અથવા હાલના શેરધારકો, સામાન્ય રીતે પ્રમોટર્સ માટે નવા શેર જારી કરે છે. જો સરળ ભાષામાં સમજીએ તો, શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓ સેકન્ડરી માર્કેટમાં નવા શેર જારી કરીને ભંડોળ એકત્ર કરે છે.


Spread the love

Related posts

ફ્રાંસ, દુબઈ, સિંગાપુર સહિત 17 દેશમાં ભારતના UPIનો ડંકો, ભારતીય ઈકોનોમીને આ રીતે થશે ફાયદો

Team News Updates

ફ્લિપકાર્ટમાં હિસ્સો ખરીદ્યો ગૂગલે:ગૂગલ ફ્લિપકાર્ટની ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર,ઈ-કોમર્સ કંપનીમાં ₹2,907 કરોડનું રોકાણ કર્યું

Team News Updates

RBI પાસે આવી 1.80 લાખ કરોડની 2000ની નોટ, જાણો બંધ થયેલી નોટનું શું કરશે આરબીઆઇ

Team News Updates