એક બાજુ આઈપીએલ 2024ની સીઝન રોમાંચક બની છે.ત્યારે ક્રિકેટને લઈ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં એક 11 વર્ષના ક્રિકેટરનું પ્રાઈવેટ પાર્ટમાં બોલ વાગવાથી મોત થયું છે.
ક્રિકેટ એવી રમત બની ગઈ છે કે, આજે સૌ કોઈને રમવી ગમે છે. જેના નાના બાળકોથી લઈ મોટા લોકો પણ ચાહક છે. પરંતુ આજે એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જે ચોંકાવનારા છે. 11 વર્ષના ખેલાડીનું ક્રિકેટ રમતા મોત થયું છે. મહત્વની વાત તો એ છે કે, આ બાળકને બોલ તેના પ્રાઈવેટ પાર્ટમાં લાગ્યો હતો, જેના કારણે બાળકનું મોત થયું છે.
ભારતમાં ક્રિકેટની રમત એવી છે કે, જે પ્રોફેશનલની સાથે તમને દરેક શેરીઓમાં પણ બાળકો ક્રિકેટ રમતા જોવા મળે છે. તેમજ હવે તો ક્રિેકટના મેદાન ઓછા જોવા મળે છે ત્યારે બોક્સ ક્રિકેટની ચાહના વધી ગઈ છે. ત્યારે આ ક્રિકેટને લઈ એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે.
આ સમાચાર સાંભળી તમારા રુંવાડા પણ ઉભા થઈ જશે. મહારાષ્ટ્રના પુણેમાં નાના બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા. ત્યારે બોલિંગ કરી રહેલા ખેલાડીને એવી જગ્યા પર બોલ વાગ્યો કે, તેનું મોત જ થઈ ચુક્યું છે. બોલ સીધો બોલરના પ્રાઈવેટ પાર્ટ પર લાગ્યો હતો જેના કારણે 11 વર્ષના શંભુ કાલિદાસનું મોત થયું છે.
પહેલા તો સૌએ આ વાતને નજર અંદાજ કરી પરંતુ ત્યારબાદ ખેલાડી મેદાન પરથી ઉભો થયો નહિ તો આજુબાજુ રહેલા તમામ લોકો પણ તેની પાસે આવ્યા અને ખેલાડીને તાત્કાલિક દવાખાને લઈ ગયા હતા. જ્યાં શોર્યને મૃત જાહેર કર્યો હતો.
પ્રોફેશલ ક્રિકેટની વાત કરીએ તો આ પહેલા ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટર ફિલ હ્યુઝનું પણ મેદાન પર બોલ વાગતા મોત થયું હતુ, શેફીલ્ડ શીલ્ડના સાઉથ ઓસ્ટ્રેલિયા અને ન્યુ સાઉથ વેલ્સના મેચમાં ફિલિપને બાઉન્સર વાગી હતી. ત્યારબાદ તે મેદાન પર પડી ગયો હતો. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મોત હેમરેજના કારણે થયું તેવું સામે આવ્યું છે.