News Updates
NATIONAL

VIP દર્શન બંધ કરાવવા દુકાનો બંધ રખાઈ,બદ્રીનાથમાં અવ્યવસ્થાને લઈને યાત્રિકો-સ્થાનિકોએ મચાવ્યો હોબાળો

Spread the love

બદ્રીનાથ દર્શન માટે આવતા સામાન્ય લોકોને VIP દર્શન વ્યવસ્થાના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં બદ્રીનાથમાં VIP દર્શન વ્યવસ્થા બંધ કરવાની માંગ સાથે પ્રદર્શનકારીઓએ પ્રદર્શન કર્યું હતું. અડધો ડઝનથી વધુ માંગણીઓના સમર્થનમાં લોકોએ હોબાળો મચાવ્યો હતો, જેમાં સ્થાનિક લોકો માટે પરંપરાગત માર્ગો પરથી બેરીકેટ્સ હટાવવા અને મંદિરમાં પહેલાની જેમ પ્રવેશની સુવિધા પૂરી પાડવા સહિતની માંગણીઓ કરવામાં આવી હતી.

માલયના પર્વતની વચ્ચોવચ આવેલ ભગવાન બદ્રીવિશાલના તીર્થસ્થાન બદ્રીનાથના દરવાજા ગત 12મી મેના રોજ ભાવિક ભક્તો અને યાત્રિકો માટે ખોલી દેવામાં આવ્યા છે. બદ્રીનાથમાં ચાલતા વિકાસના કાર્યોને કારણે યાત્રિકોને ભારે અગવડતા પડી રહી છે. તો બીજી બાજુ યાત્રિકોની લાંબી લાંબી લાઈન છતા, VIP દર્શનના નામે અનેક લોકોને મંદીરમાં દર્શન કરાવવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. બદ્રીનાથમાં યાત્રિકો અને સ્થાનિકોએ તંત્ર સામે વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિકોએ તેમની વ્યવસાયિક દૂકાનો બંધ રાખતા યાત્રિકોની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો હતો.

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. ચારધામમાં ભક્તો દર્શન માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. આવી સ્થિતિમાં ચારધામ યાત્રાના ખામી ભરેલ સંચાલનના કારણે યાત્રાળુઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઉત્તરાખંડના બદ્રીનાથમાં સોમવારે પૂજારીઓ અને સ્થાનિક લોકોએ જિલ્લા વહીવટીતંત્રના ગેરવહીવટ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધમાં મંદિરની દુકાનો બંધ રાખવામાં આવી હતી. પાંડા સમુદાય અને સ્થાનિક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. બજારો અને દુકાનો થોડો સમય બંધ રહી હતી, જેના કારણે દર્શન માટે આવેલા યાત્રિકોને ભારે અગવડતા પડી હતી. તમને જણાવી દઈએ કે ચારધામ યાત્રા 10 મેથી શરૂ થઈ હતી. અને બદ્રિનાથના કપાટ 12મી મેના રોજ ખુલ્યા હતા.

બદ્રીનાથ દર્શન માટે આવતા સામાન્ય લોકોને VIP દર્શન વ્યવસ્થાના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં બદ્રીનાથમાં VIP દર્શન વ્યવસ્થા બંધ કરવાની માંગ સાથે પ્રદર્શનકારીઓએ પ્રદર્શન કર્યું હતું. અડધો ડઝનથી વધુ માંગણીઓના સમર્થનમાં લોકોએ હોબાળો મચાવ્યો હતો, જેમાં સ્થાનિક લોકો માટે પરંપરાગત માર્ગો પરથી બેરીકેટ્સ હટાવવા અને મંદિરમાં પહેલાની જેમ પ્રવેશની સુવિધા પૂરી પાડવા સહિતની માંગણીઓ કરવામાં આવી હતી. જો કે, બાદમાં પ્રદર્શનકારીઓ અને મંદિર ટ્રસ્ટના અધિકારીઓ વચ્ચેની વાતચીત બાદ, આખરે રસ્તા પરથી બેરિકેટ હટાવી લેવામાં આવ્યા હતા.

ઉત્તરાખંડ સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ આગામી 15 દિવસ સુધી VIP લોકોને ચાર ધામ દર્શન માટે ન આવવા દે. ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે કહ્યું કે મંદિર ટ્રસ્ટના અધિકારીઓ અને પ્રદર્શનકારી સાથે વાતચીત કર્યા બાદ, બામાની ગામ તરફ જતા રસ્તા પરથી બેરીકેટ્સ હટાવી દેવામાં આવ્યા હતા. કેદારનાથ અને બદ્રીનાથના માસ્ટર પ્લાનના નામે ચાલી રહેલા વિકાસના કાર્યોને કારણે લોકોને અરાજકતાનો ભોગ બનવું પડે છે. જેને લઈને લોકોમાં સ્થાનિક પ્રશાસન સામે રોષ જોવા મળ્યો હતો. જોશીમઠના ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ ચંદ્રશેખર વશિષ્ઠે કહ્યું કે ઉચ્ચ અધિકારીઓને પ્રદર્શનકારીઓની અન્ય માંગણીઓ વિશે જાણ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બદ્રીનાથના રહેવાસીઓ તેમની અન્ય માંગણીઓ પૂરી કરવા માટે આગળની રણનીતિ નક્કી કરવા માટે આજે મંગળવારે એક બેઠક યોજાશે.

બદ્રીનાથ તીર્થ પુરોહિત સંગઠન સાથે સંકળાયેલા પરવીન ધ્યાનીએ આરોપ લગાવ્યો કે પાંડા સમુદાયના એક ડઝનથી વધુ સભ્યોના ઘર તોડી પાડવામાં આવ્યા છે. બીજી તરફ તેમણે કહ્યું કે, VIP દર્શનના નામે મંદિર ટ્રસ્ટે અરાજકતા સર્જી અને સ્થાનિક લોકોના ઘર તરફ જતો મુખ્ય વોકવે બંધ કરી દીધો છે. ધ્યાનીએ વધુમાં જણાવ્યું હતું કે વિરોધ બાદ વહીવટીતંત્રે રાહદારીઓના માર્ગ પરથી બેરિકેડ હટાવી દીધા હતા અને વીઆઈપી દર્શન માટેના કાઉન્ટરો પણ બંધ કરી દીધા હતા.


Spread the love

Related posts

PM મોદીનું સંબોધન:કહ્યું- ‘ગરીબ, યુવાનો, મહિલાઓ, ખેડૂતો… મારા માટે આ સૌથી મોટી જાતિ છે’, તેમને મજબૂત કરીને ભારતને વિકસિત બનાવીશું

Team News Updates

20 જૂને જગન્નાથ યાત્રા- 25 લાખ ભક્તો આવશે:લોકોને ગરમીથી બચાવવા યાત્રા માર્ગે વોટર સ્પ્રિંકલર લાગ્યા; 72 એમ્બ્યુલન્સ પણ તૈનાત

Team News Updates

25-25 રૂપિયા માંડ માંડ ભેગા કરીને 11 મહિલાઓએ લીધી લોટરીની ટિકિટ, લાગ્યું કરોડોનું જેકપોટ ઈનામ

Team News Updates