News Updates
GUJARAT

Weather:વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી ગુજરાતમાં

Spread the love

વામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીથી રાહત રહેશે અને વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. તેમજ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને લઈને હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. હવામાન શાસ્ત્રીની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજથી 16 મે સુધી કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાઈ શકે છે. તોફાની વરસાદથી નાગરિકોને સાવધઆની રાખવાની સલાહ આપવામાં આવી છે. બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 2 દિવસ ભારેની આગાહી કરી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વડોદરામાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. રાજકોટમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ ભાવનગરમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. વલસાડમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. પાલનપુરમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. પોરબંદર સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.


Spread the love

Related posts

ગુજરાતી એ ₹3.5 કરોડની નોકરી USમાં છોડી,ભારતમાં ટેક સ્ટાર્ટઅપ શરૂ કરવા

Team News Updates

પોલીસે ઘરમાંથી વિદેશી દારૂની 132 નંગ બોટલો જપ્ત કરી,ખડોલ ગામના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો વેપલો કરતો શખ્સ ઝડપાયો

Team News Updates

યુજી નીટ 2023નું પરિણામ જાહેર:નીટ ઑલ ઈન્ડિયા ટોપ 50 રેન્કમાં ગુજરાતમાંથી ત્રણ વિદ્યાર્થી ઝળક્યા

Team News Updates