News Updates
AHMEDABAD

વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતા, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુરમાં

Spread the love

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. આ સાથે પવનની ઝડપ 25-30 કિમી પ્રતિ કલાકની રહેશે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, હાલમાં ગુજરાત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. તેને કારણે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટાં વરસી શકે છે. જેમાં તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ, દાહોદ અને છોટા ઉદેપુરમાં વીજળીના ચમકારા સહિત ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.


હવામાન વિભાગની આગાહી અનુસાર આવતીકાલથી ચાર દિવસ સુધી વાતાવરણ શુષ્ક રહેશે. ત્યારબાદ 8 અને 9 જૂનથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતા દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. 8 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, દમણ, દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આ સાથે દીવ અને ગીર સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે.

9 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી સહિત સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવો વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત પવનની ગતિ પણ ઝડપી રહેશે. ગુજરાત પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને પગલે આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ રાજ્યભરમાં વાતાવરણ યથાવત્ રહેશે. જ્યારે આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી અને ગાંધીનગરમાં 42 ડિગ્રી સેલ્સિયસનુ પૂર્વાનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે પરંતુ, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં છૂટાછવાયાં ઝાપટાં વરસી શકે છે. આ ઉપરાંત આજે રાજ્ય પર આવતા પવનોની ગતિ 20-25 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે રહેશે. ત્યારબાદ આવતીકાલથી 3 દિવસ સુધી પવનની ઝડપ વધીને 30થી 35 કિલોમીટર પ્રતિકલાકની થશે. આ ઉપરાંત 5 દિવસ બાદ રાજ્યના કેટલાક જિલ્લામાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં એકાદ ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધી શકે છે. ચોમાસાના આગમન વિશે જણાવતાં હવામાન વિભાગે કહ્યું કે, આગામી સપ્તાહથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. હાલમાં ગુજરાત પર બે સિસ્ટમ સક્રિય હોવાને કારણે તાપમાન યથાવત્ રહેશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્ય પર આવતીકાલથી 30થી 35 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે કારણ કે, સમુદ્રના ઉત્તર ભાગમાં એટલે કચ્છ પાસે ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ સર્જાયું છે. જેને કારણે ગઈકાલે અને આજે તેની સક્રિયતા ઓછી થવાથી પવનની ગતિ ધીમી પડી હતી પરંતુ, આવતીકાલથી આ સ્ટીપ ફરી એકવાર ગુજરાતમાં તેની અસરો વર્તાવીને 30થી 35 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે પવનો ફૂંકાશે. આગામી સપ્તાહથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. આ ઉપરાંત આ વર્ષે વરસાદ પણ સારો રહેશે. મહત્ત્વનું છે કે, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગુજરાતના અન્ય ભાગો કરતાં સારો વરસાદ વરસી શકે છે. જેથી ખેડૂતો માટે આ વર્ષે ચોમાસું સારું રહેશે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં તાપમાનનો પારો યથાવત્ રહેવાની શક્યતા ઓછી છે. અમદાવાદ શહેરમાં ગત રોજ મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુતમ તાપમાન 30.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આજે પણ અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે. વહેલી સવારથી જ મહત્તમ તાપમાન 30 ડિગ્રી સાથે સૌથી વધુ નોંધાયા બાદ સવારના 9:00 વાગ્યે 32 ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદ ધીમે-ધીમે તેમાં વધારો થઇને સવારે 11:00 વાગ્યે 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેશે. બાદમાં બપોરના 1:00 વાગે મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને 3:00 વાગ્યા બાદ શહેરનું તાપમાન 40 ડિગ્રીને પાર જશે.

આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન સાંજે 5:00 વાગ્યાથી 6:00 વાગ્યા દરમિયાન નોંધાઈ શકે છે. ત્યારબાદ સાંજના 7:00 વાગ્યાથી એટલે કે સૂર્યાસ્ત બાદ તાપમાન ઘટીને 40 ડિગ્રી સેલ્સિયસ થશે. બાદમાં રાત્રે 9:00 વાગ્યે 37 ડિગ્રી અને રાત્રે 11:00 વાગ્યા સુધીમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્શિયસ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં સાંજ પડતાં જ છુટાછવાયાં વાદળો દેખાઈ શકે છે તથા પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાશે, જે અરબી સમુદ્રના ભેજ ગુજરાતના વિવિધ ભાગો સુધી લઈ જશે.


Spread the love

Related posts

એક જ દિવસમાં 148 રિક્ષા જમા:અમદાવાદમાં નંબર પ્લેટ ના હોય, સ્ટંટ બાજી કરતા હોય, બેફામ ચલાવતા હોય તેવા રિક્ષા ચાલકો સામે કાર્યવાહી

Team News Updates

વરસાદની આગાહી ગુજરાતમાં આખું અઠવાડિયું ; મોરબી, કચ્છ જામનગરમાં ભારે વરસાદની આગાહી, આજે રાજ્યના 30 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

Team News Updates

બાબા બાગેશ્વરના ગુજરાતમાં ધામા:ધીરેન્દ્ર શાસ્ત્રી વટવા રામકથા મેદાને પહોંચ્યા, બાબાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Team News Updates