News Updates
NATIONAL

ચૂંટણીમાં જીત મેળવેશે તો  બોલિવુડ ક્વિન કંગના રનૌત બોલિવુડને કહેશે “Tata Bye Bye”

Spread the love

લોકસભા ચૂંટણી 2024 માટે મત ગણતરી ચાલુ છે. આ ચૂંટણીને લઈને ફિલ્મ કોરિડોરમાં ભારે હોબાળો થયો હતો. ઘણા શોબિઝ સ્ટાર્સ ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.14 બેઠકો પર બોલિવુડ સ્ટાર મેદાનમાં છે.સાયોની ધોષ,શતાબ્દી રોય,લોકેટ ચટર્જી,રચના બેનર્જી,દીપક અધિકારી

લોકસભાની ચૂંટણીમાં અનેક બોલિવુડ સ્ટાર કિસ્મત અજમાવી છે. તો કેટલાક એવા સ્ટાર છે જે પહેલાથી જ ચૂંટણીના મેદાનમાં ઉતરી ગયા છે.તેના સિવાય અરુણ ગોવિલ અને હેમા માલિની, શત્રુધ્ન સિન્હા જેવા બોલિવુટ દિગ્ગજો પણ મેદાનમાં છે.લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ચુકી છે. આજે લોકસભા ચૂંટણીનું રિઝલ્ટ સામે આવી રહ્યું છે. ત્યારે આજે આપણે વાત કરીશું બોલિવુડ સ્ટારની કે જેઓ પોતાની કિસ્મત રાજકારણમાં અજમાવી રહ્યા છે. તો કેટલાક એવા સ્ટાર છે જે પહેલાથી રાજકારણમાં સક્રિય છે.

આ વખતે સૌથી વધુ ચર્ચા બોલિવુડ ક્વિન કંગના રનૌતની છે. જે મંડીની સીટ પરથી ચૂંટણી લડી હતી. એક એવો પણ પશ્ન છે કે, જો કંગના ચૂંટણીમાં જીત મેળવી તો ફિલ્મોમાંથી સંન્યાસ લેશે. તમને જણાવી દઈએ કે, કંગનાના પરિવારનું બ્રેકગ્રાઉન્ડ પણ રાજકારણ છે.

તમને જણાવી દઈએ કે, હેમા માલિની ત્રીજી વખત પોતાની કિસ્મત અજમાવી રહી છે. હેમા માલિની પહેલી વખત 2014માં આ ચૂંટણી જીતી હતી. ત્યારબાદ 2019માં મથુરાની સીટ પરથી સાંસદ બની હતી, ત્યારે આ વખતે સૌ કોઈનું ધ્યાન આજે આવનાર પરિણામ પર રહેશે.

બોલિવુડ સ્ટાર રાજકારણમાં સક્રિય છે તો ભોજપુરી સ્ટાર કેમ પાછળ રહે ભોજપુરી સ્ટાર રવિકિશને 2014માં કોંગ્રેસની જૌનપુર સીટ પરથી ચૂંટણી લડી હતી પરંતુ ત્યારબાદ ભાજપમાં સામેલ થયા હતા. 2019માં રવિ કિશને ભાજપની સીટથી ગોરખપુરથી ચુંટણી લડી હતી અને સ્ટારડમને કારણે જીત મેળવી હતી, આ વખતે ફરી એક વખત મેદાનમાં છે.

શત્રુધ્ન સિન્હા ટીએમસી તરફથી પશ્ચિમ બંગાળની આસનસોલ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છએ. શુત્રુધ્ને 1992માં ભાજપમાં જોડાયા હતા.આ પછી, 2009 અને 2014 માં, શત્રુઘ્નને બિહારની પટના સાહિબ સીટથી લોકસભા ચૂંટણીમાં ઉતારવામાં આવ્યા હતા, તેઓ બંને વખત જીત્યા હતા, પરંતુ કેબિનેટમાં સ્થાન ન મળવાથી તેઓ નાખુશ હતા. 2019 માં, શત્રુઘ્ન સિંહાને ટિકિટ ન મળવાને કારણે, તેઓ કોંગ્રેસમાં જોડાયા અને 3 વર્ષ પછી તેઓ ટીએમસીમાં જોડાયા. તમને જણાવી દઈએ કે, શત્રુધ્ન સિન્હા બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાના પિતા છે.

ભોજપુરી સ્ટાર પવન સિંહે આ વખતે અપક્ષ તરીકે ચૂંટણી લડી છે. તેઓ રોહતાસ અને ઔરંગાબાદ જિલ્લાના ત્રણ-ત્રણ વિધાનસભા મતવિસ્તારોને મર્જ કરીને રચાયેલી કરકટ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.તેમણે પોતાના રાજનીતિક કરિયરની શરુઆત વર્ષ 2014માં કરી હતી. 2024માં ભાજપે તેમને આસનસોલથી ઉમેદવાર બનાવ્યા હતા. પરંતુ તે આરાથી ચૂંટણી લડવા માંગતા હતા અને આ કારણે તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો.

ઉત્તર-પૂર્વ દિલ્હીની સીટ પરથી મનોજ તિવારી ભાજપના મેદાનમાં છે અને આ ટક્કર કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર સામે છે. મનોજ તિવારી એકમાત્ર એવા નેતા છે જેને ટિકિટ આપી ભાજપે રિપીટ કર્યા છે. મનોજ તિવારીએ 2009માં પહેલી વખત સમાજવાદી પાર્ટીની ટિકિટ પરથી લોકસભાની ચૂંટણી લડી હતી.દિલ્હીના ભાજપ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.

અરુણ ગોવિલ પણ આ વખતે ખુબ ચર્ચામાં છે તે મેરઠની સીટ પરથી ચૂંટણી લડી છે. રામાયણના રામનું પાત્ર નિભાવનાર અરુણ ગોવિલની છબી લોકો વચ્ચે ખુબ સારી છે.

બીજેપી ઉમેદવાર નિરહુઆ ફરી એકવાર આઝમગઢ સીટ પરથી પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. 2019માં ભાજપે તેમને આઝમગઢથી અખિલેશ યાદવ સામે ટિકિટ આપી હતી, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા.


Spread the love

Related posts

વૈશાખ માસની માસિક શિવરાત્રી પર સોમનાથ તીર્થ શિવમય બન્યું

Team News Updates

Cricket:કેટલો પગાર લે છે ?એક મેચ માટે અમ્પાયર, જાણો

Team News Updates

સમલૈંગિક લગ્નોનું કોકડું ગૂંચવાયું:​​​​​​​પહેલાં વિરોધ કર્યો, હવે સરકાર સમિતિ રચશે, સુપ્રીમ કોર્ટમાં કહ્યું- મુશ્કેલીઓનો ઉકેલ શોધીશું

Team News Updates