શેરબજારમાં આજે એટલે કે 6 જૂન ગુરુવારે તેજી જોવા મળી રહીછે. સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 75,200 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તેમજ, નિફ્ટીમાં પણ 250 પોઈન્ટથી વધુનો વધારો જોવા મળ્યો છે. તે 22,900 ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.
શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સના 30 શેરોમાંથી 26માં વધારો અને 4માં ઘટાડો જોવા મળી રહ્યો છે. એનટીપીસી અને SBIના શેરમાં 5%નો વધારો થયો છે. તેમજ, હિન્દુસ્તાન યુનિલિવરના શેરમાં 2%નો ઘટાડો છે.
બુધવારે અમેરિકન બજારમાં તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ 0.25% વધીને 38,807.33 પર બંધ થયો. S&P 1.18% વધીને 5,354.03 પર અને નેસ્ડેક 1.96% વધીને 17,187.91 પર બંધ થયો છે. જ્યારે, એશિયન બજારોમાં પણ આજે વધારો જોવા મળી રહ્યો છે.
દેશના સૌથી મોટા એક્સચેન્જ NSE એ બુધવારે સવારે 9:15 થી બપોરે 3:30 વાગ્યા સુધી 1971 કરોડ ઓર્ડર અને 28.05 કરોડ ટ્રેડિંગ થયું હતું. આ એક દિવસમાં ટ્રાન્ઝેક્શનનો વર્લ્ડ રેકોર્ડ છે.
ગઈકાલે એટલે કે 5 જૂને સેન્સેક્સ 2,303 પોઈન્ટ (3.20%)ના વધારા સાથે 74,382 પર બંધ થયો હતો. તેમજ, નિફ્ટી પણ 735 પોઈન્ટ (3.36%) વધ્યો. તે 22,620.35ના સ્તરે બંધ થયો હતો.
4 જૂને સેન્સેક્સ 4389 પોઈન્ટ (5.74%)ના ઘટાડા સાથે 72,079 પર બંધ રહ્યો હતો. તેમજ, નિફ્ટી પણ 1,379 પોઈન્ટ (5.93%) ઘટીને 21,884 ના સ્તર પર બંધ થયો હતો.