ભારત -પાકિસ્તાન વચ્ચે 9 જૂનના રોજ ટકકર જોવા મળશે. આ મેચ ન્યુયોર્કના નસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતની ટીમ હાલમાં ટી20 ફોર્મેટમાં દુનિયાની નંબર વન ટીમ છે. ભારત-પાકિસ્તાનની મેચની ટિકિટના ભાવ આસમાને છે.
ટી20 વર્લ્ડકપની શરુઆત તો થઈ ચુકી છે. પરંતુ ક્રિકેટના ચાહકો એક મેચ જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અમે વાત કરી રહ્યા છે ભારત અને પાકિસ્તાનની મેચની બંન્ને ટીમની ટક્કર 9 જીનના રોજ ન્યુયોર્કમાં થશે.ભારત અને પાકિસ્તાન મેચ જોનારા ચાહકોએ પાર્કિગ માટે 1200 ડોલર ખર્ચવા પડશે. તો ટિકિટના ભાવ પણ ખુબ મોંઘા છે. એટલે કે જો કોઈ ચાહક સામાન્ય ટિકિટ ખરીદે છે તો તેનાથી વધારે તે પાર્કિંગ ચાર્જના પૈસા ચુકવવા પડશે.
જો તમે પણ ટી20 વર્લ્ડકપની ભારત અને પાકિસ્તાનની મેચ જોવા માટે ન્યુયોર્ક જઈ રહ્યા છો તો તે પહેલા ટિકિટના ભાવથી લઈ પાર્કિંગ ચાર્જ વિશેની માહિતી જોઈ લો.જો કોઈ ક્રિકેટ ચાહક મેચ જોવા જાય છે તો પોતાનું વાહન લઈને જ જશે. ત્યારે તેના માટે તેને પાર્કિંગની પણ જરુર પડશે. ભારતઅને પાકિસ્તાનની મેચ માટે પાર્કિંગ એરિયાનો ચાર્જ ખુબ વધારે છે.
નવજોત સિંહ સિદ્ધુએ ભારત અને આયરલેન્ડ મેચ દરમિયાન ભારત અને પાકિસ્તાનની મેચમાં પાર્કિંગ માટે કેટલો ચાર્જ છે તે વાત કરી હતી.કોમેન્ટ્રીમાં કહ્યું કે. આ મેચ માટે ચાહકોએ 1200 ડોલર ( અંદાજે 100000 રૂપિયા) ચૂકવવા પડશે. પૂર્વ ક્રિકેટરના કહેવા પ્રમાણે, તેના ડ્રાઈવરે તેને આ જાણકારી આપી હતી.
ભારત અને પાકિસ્તાનની મેચ જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ ટિકિટના ભાવ પણ આસમાને જઈ રહ્યાછે. મેચની ટિકિટના ભાવ 300 યુએસ ડોલર છે. જો ભારતીય રુપિયામાં જઈએ તો તે અંદાજે 25000 રુપિયા છે.જો આપણે સૌથી મોંઘી ટિકિટની કિંમત પર નજર કરીએ તો તે 10,000 હજાર યુએસ ડોલર હોવાનું કહેવાય છે, જે ભારતીય રૂપિયામાં લગભગ 8.3 લાખ છે.
અહેવાલો અનુસાર, 300 યુએસ ડોલરથી 10,000 યુએસ ડોલરની વચ્ચેની ટિકિટો છે.ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ મેચની જનરલ એન્ટ્રી ટિકિટો વેચાઈ ચૂકી છે, તેથી હાલમાં ટિકિટની કાળા બજાર ચાલી રહ્યું છએ. જે $300 થી $1,200 થી $1,400 સુધી પહોંચી ગયું છે.