જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. ચોમાસુ દસ્તક દઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. કપરાડાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. દક્ષિણ કોંકણ મહારાષ્ટ્રમાં ચોમાસાના આગમનનું પ્રવેશદ્વાર છે જયારે ગુજરાતમાં વલસાડથી મેઘરાજાની સત્તાવાર એન્ટ્રી થાય છે.

હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આજે 6 જૂને મહારાષ્ટ્ર પહોંચી ગયું હતું . ગુજરાતમાં પણ વલસાડમાં ચોમાસાની આગમનની સ્થિતિ જોવા મળી રહી છે. અહીં સુથાળપાડા વડોલી,રાનવેરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં ઠંડક ફેલાઇ છે. પવન સાથે વરસાદથી અનેક ઠેકાણે વીજપ્રવાહ પણ ખોરવાયો હતો.