News Updates
GUJARAT

નિકળ્યો કાનખજૂરો ફરાળી સોડામાંથી, પીધા બાદ યુવક હોસ્પિટલમાં દાખલ

Spread the love

સોડા ડ્રિંક પીનારા લોકોને હવે સાવધાન. ખોરાકમાં જીવજંતુ નિકળવાના કિસ્સા બાદ હવે સોફ્ટ ડ્રિંક તરીકે મોજથી પિવાતી સોડામાંથી કાનખજૂરો મળી આવ્યો છે. અમદાવાદના યુવકે ફરાળી સોડા ખરીદી હતી જેને પીધા બાદ યુવકને ઉલટી થઈ અને તબિયત લથડી હતી.

ખોરાકમાં ગરોળી, વંદા અને ઈયળ બાદ હવે સોડામાંથી કાનખજૂરો નિકળતા ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ અમદાવાદમાં ફરાળી ડ્રિંક સોડામાં કાનખજૂરો જોવા મળ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં સોડામાંથી કાનખજૂરો નીકળવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે જોયા બાદ લોકો ખળભળાટ મચી ગયો છે.

સોડાની બોટલમાંથી નિકળ્યો કાનખજૂરો

સોડા ડ્રિંક પીનારા લોકોને હવે સાવધાન. ખોરાકમાં જીવજંતુ નિકળવાના કિસ્સા બાદ હવે સોફ્ટ ડ્રિંક તરીકે મોજથી પિવાતી સોડામાંથી કાનખજૂરો મળી આવ્યો છે. અમદાવાદના યુવકે ફરાળી સોડા ખરીદી હતી જેને પીધા બાદ યુવકને ઉલટી થઈ અને તબિયત લથડી હતી. જે બાદ યુવકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાવામાં આવ્યો હતો. યુવકે આ અંગે આરોગ્ય વિભાગમાં પણ ફરીયાદ કરી છે.

યુવક હોસ્પિટલમાં દાખલ

આજકાલ લોકો બહારના ફુડ પેકેટ્સ અને સોફ્ટ ડ્રિંકના દિવાના છે ત્યારે બહાર મળતા ખોરાકની સાથે કોઈ ડ્રિ્ંક પણ સારા નથી હોતા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તો તે ખરાબ છે સાથે આવા પેકેજ ડ્રિંકમાં કાનખજૂરો હોવાની વાત બાદ તો મામલો વધુ ગરમાયો છે. સામાન્ય રીતે ખુલ્લા પાણીના બદલે પેકેજ ડ્રિંક પીવાને વધુ સલામત માને છે પરંતુ ફરાળી ડ્રિંકમાંથી કાનખજૂરો નીકળવાના કિસ્સાએ તમામને ચિંતા કરતા મૂકી દીધા છે. સોડા પીનાર યુવક હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.


Spread the love

Related posts

અબુધાબીમાં BAPSનું શિખરબદ્ધ મંદિરના ઉદ્ઘાટન પહેલા કરાયો ‘વિશ્વ સંવાદિતા યજ્ઞ’, હજારો ભક્તોએ લીધો ભાગ

Team News Updates

Google Chrome દેશ માટે ખતરો ! સરકારે આપી ગંભીર ચેતવણી

Team News Updates

RAJKOT મહાનગરપાલિકાને કાર્પેટ એરીયા વધારીને કરોડોનો ચૂનો લગાવતા મહારથી કોણ??

Team News Updates