News Updates
SURAT

Surat:પત્નીને ગળા, પતિને માથા પર ઘા માર્યા, બે બાળક બચી ગયા, નિંદ્રાધીન દંપતી પર ચપ્પુ લઈને યુવક તૂટી પડયો સુરતમાં

Spread the love

શહેરના ડિંડોલી વિસ્તારમાં બનેલી હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આજે (2 જુલાઈ) મળસ્કે અજાણયા હુમલાખોરે ઘરમાં ઘૂસી ઊંઘમાં જ દંપતીને ચપ્પુથી હુમલો કરી નાશી છૂટ્યો હતો. હુમલામાં દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ થઈ ગયા હતા. આ ઘટના અંગે ખબર પડતા જ સ્થાનિકો પણ દોડી આવ્યા હતા અને દંપતીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એટલું જ નહીં સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.


મળતી માહિતી મુજબ, ડિંડોલી ખાતે આવેલ ગ્રીનવિલા સોસાયટીમાં રહેતા રણજીતભાઈ વિજયભાઈ મોદી (ઉં.વ.44) અને તેમના પત્ની ગુડ્ડી રણજીતભાઈ મોદી (ઉં.વ.43) નાઓ રાત્રે પોતાના બે બાળકી સાથે ઘરમાં સુતા હતા. દરમિયાન આજે મળસ્કે 4.30થી 5 વાગ્યાના સમયગાળા એક યુવક તેમના ઘરમાં ઘૂસી ગયો હતો અને તીક્ષણ હથિયાર વડે બન્ને ઉપર હુમલો કરી નાશી છૂટયો હતો.

રણજીતભાઈને માથા પર અને ચેહરા પર ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા, જેથી ગંભીર ઇજા થઇ હતી. પત્નીને ગળા પર અને શરીર પર ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. દંપતિને 108 એમ્બ્યુલેન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

વધુમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, રણજીતભાઈ ડાઇંગ માસ્ટર છે. તેમણે બે સંતાન છે. રાત્રે તેઓ તથા પત્ની અને બને બાળકો ઘરમાં સુતેલા હતા. દરમિયાન મળસ્કે તેમના ઉપર હુમલો થયો હતો. હુમલો કોણે અને કયા કારણસર કર્યો છે, તે અત્યારે કાંઈ ખબર નહીં. ઘટના અંગે જાણ થતા જ ડિંડોલી પોલીસનો કાફલો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સ્થળ પર જરૂરી તપાસ હાથ ધરી હતી.

પોલીસ દ્વારા પીડિત દંપતીના નિવેદનો લેવામાં આવ્યા હતા. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, દંપતી ઉપર હુમલો કરનાર કોણ છે અને કયા કારણસર હુમલો કરવામાં આવ્યો છે, તે હાલમાં જાણવા મળ્યું નથી. જોકે, સીસીટીવી તેમજ હ્યુમન રિસોર્સના આધારે તપાસ ચાલી રહી છે.


Spread the love

Related posts

શિવલિંગના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા:માંડવી નગરના તાપી કિનારે ખેંચાઇ આવેલા શિવલિંગના દર્શન માટે ભક્તો ઉમટ્યા; રિવરફ્રન્ટના તાપી મૈયાના મંદિરમાં શિવલિંગને રાખવામાં આવ્યું

Team News Updates

સુરતની હચમચાવી દેતી ઘટના:મધરાત્રે 4 વર્ષની બાળકી પર હવસખોરે દુષ્કર્મ આચર્યું, લોહીલુહાણ જોઇ પરિવાર ધ્રુજી ગયો, પ્રાઇવેટ પાર્ટ, મોઢા પર ગંભીર ઇજા, હાલ બેભાન

Team News Updates

SURAT:પલટો આવ્યો અચાનક  વાતાવરણમાં:કડાકા-ભડાકા સાથે એક ઇંચ વરસાદ ખાબક્યો,સતત ત્રીજા દિવસે વરસાદ સુરતમાં

Team News Updates