News Updates
SURAT

SURAT:પલટો આવ્યો અચાનક  વાતાવરણમાં:કડાકા-ભડાકા સાથે એક ઇંચ વરસાદ ખાબક્યો,સતત ત્રીજા દિવસે વરસાદ સુરતમાં

Spread the love

સુરત શહેરના વાતાવરણમાં બપોરે બાદ અચાનક જ પલટો આવ્યો હતો. છેલ્લા બે દિવસથી સુરત શહેરમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે આજે સતત ત્રીજા દિવસે વરસાદ પડી રહ્યો છે. બપોર બાદ આવેલા પલટાના કારણે કડાકા અને ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. એક ઇંચ ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જ્યારે વેસુ વિસ્તારમાં ભગવાન મહાવીર કોલેજની સામે ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા.

હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી સુરત શહેરમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે બપોરે બાદ અચાનક જ સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતું. અચાનક ધોધમાર વરસાદના પગલે વાહનચાલકો અટવાયા હતા. વરસતા વરસાદથી બચવા બ્રિજનો સહારો લીધો હતો.

સુરત શહેરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. જ્યારે વેસુ વિસ્તારમાં મહાવીર યુનિવર્સિટી સામે ગોઠણ ડૂબ પાણી ભરાયા હતા. હજુ આગામી દિવસોમાં હવામાન વિભાગની વરસાદની આગાહી કરવામાં આવી છે.


Spread the love

Related posts

POICHA:પોઈચા નિલકંઠ મંદિર જવા માટે બેસ્ટ ઓપ્શન,પોરબંદરથી મહારાષ્ટ્ર જવા નીકળે છે પોરબંદરથી મહારાષ્ટ્ર જવા નીકળે છે આ ટ્રેન

Team News Updates

 SURAT:રિક્ષાનું એકાએક ટાયર નીકળ્યું, સુરતમાં બ્રિજ પર દોડતી,પાછળ આવતી ST બસના ચાલકે બ્રેક મારીને ટેમ્પો-કાર ઘૂસી ગયા

Team News Updates

મુસાફરોના જીવ પડીકે બંધાયા, CCTV:અસામાજિક તત્ત્વોએ નેશનલ હાઇવે પર લક્ઝરી બસને અટકાવી ક્લીનર ને ચાલકને ઢોરમાર માર્યો; પથ્થર ફેંકી કાચ ફોડીને ભાગી ગયા

Team News Updates