News Updates
NATIONAL

10 કિમી દૂરથી 85 ફૂટ ઊંચું શિખર દેખાશે;ગુજરાત- રાજસ્થાનના કારીગરો દ્વારા શિખરનું નિર્માણ

Spread the love

​​​​​​અયોધ્યામાં રામ મંદિર શિખરના નિર્માણનું પ્રથમ લેયર બનીને તૈયાર થઈ ગયુ છે. મંદિરનું નિર્માણ 29 લેયરમાં કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે વિજયાદશમીની પૂર્વ સંધ્યાએ રામ મંદિરના શિખરના નિર્માણની તસવીર જાહેર કરી હતી.

નવરાત્રિના પ્રથમ દિવસથી શિખર નિર્માણનું કામ શરૂ થઈ ગયું હતું. તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે પ્રથમ શિલાપૂજન કર્યું હતું. આ પછી, સમગ્ર લેયરમાં કોતરવામાં આવેલા પથ્થરો મૂકવામાં આવ્યા હતા અને તેમના નિયુક્ત સ્થાનો પર સેટ કરવામાં આવ્યા હતા.

રામ મંદિરના પાયાની જેમ શિખરનું નિર્માણ પણ એક પછી એક લેયરમાં થઈ રહ્યું છે. 29 લેયરમાં ભવ્ય શિખર બનાવવામાં આવશે. 29 પોઇન્ટ લેયર પછી છેલ્લા બિંદુને સ્પર્શ કરવામાં આવશે. શિખરનો વક્ર પરિઘ/વ્યાસ નીચેથી ઉપર સુધી વધતા ક્રમમાં ઘટશે.

શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મુજબ 161 ફૂટ ઉંચુ શિખર બનાવવામાં આવશે. તેમાં 45 ફૂટ ઉંચો અને પાંચ ટન વજનનો ધ્વજ સ્તંભ પણ લગાવવામાં આવશે. આના પર રામ મંદિરનો ધ્વજ ફરકાવાશે. શિખરના નિર્માણ અંગે રામ મંદિરના આર્કિટેક્ટ આશિષ સોમપુરાએ કહ્યું- બાંધકામમાં આર્કિટેક્ચરનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. શિખર માર્ચ 2025 પહેલા તૈયાર થઈ જશે.

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ 3 ઓક્ટોબરે નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું- મંદિરમાં જે પણ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે તે ઝડપી ચાલી રહ્યું છે. નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ થશે.

નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું- નાગર શૈલીમાં બની રહેલા મંદિરનું શિખર પણ આ જ શૈલીનું હશે. શિખરની ડિઝાઇન આર્કિટેક્ટ આશિષ સોમપુરા દ્વારા તૈયાર કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા ડિઝાઇનને ફાઇનલ કરી દેવામાં આવી છે. શિખરને બનાવવામાં 120 દિવસનો સમય લાગશે. શિખરનું નિર્માણ ગુજરાત અને રાજસ્થાનના 300 કુશળ કારીગરો દ્વારા કરવામાં આવી રહ્યું છે.

મંદિરની કુલ ઊંચાઈ- 161 ફૂટ

ધાર્મિક ધ્વજ સહિત કુલ ઊંચાઈ – 204 ફૂટ

મંદિરની પહોળાઈ- 235 ફૂટ

મંદિરની લંબાઈ- 360 ફૂટ


Spread the love

Related posts

National:વીંધી નાખ્યો શૂટરે જિમ માલિકને 6-8 ધડાધડ ગોળીઓ ચલાવી,દિલ્હીના પોશ વિસ્તારની ઘટના,લોરેન્સ ગેંગના રોહિત ગોદરાએ ફાયરિંગની જવાબદારી લીધી

Team News Updates

2027 સુધીમાં પેટ્રોલ અને ડીઝલ કાર કરતા ઇલેક્ટ્રિક વાહનો સસ્તા:EEIST ના વિશ્લેષણ અહેવાલમાં અનુમાન, 1 વર્ષમાં ભારતનો હિસ્સો 3 ગણો વધ્યો

Team News Updates

મહિલાઓને 40 વર્ષની ઉંમર બાદ શા માટે જરૂરી છે મેમોગ્રાફી ? જાણો સંપૂર્ણ વિગત

Team News Updates