News Updates
SURAT

12 માળનું બનશે ગુજરાતમાં પહેલીવાર પોલીસ ભવન:CMએ ઇ-ખાતમુહૂર્ત કર્યું, ટ્રાફિક, સાયબર અને ઇકોનોમિક સેલ એક જ બિલ્ડિંગમાં હશે,સુરતમાં 36 કરોડના ખર્ચે તૈયાર થશે

Spread the love

ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ ભવન 12 માળની બનશે. પોલીસ બહુમાળી બિલ્ડિંગ બીજે ક્યાંય નહીં પરંતુ સુરત શહેરમાં બનશે. 36.53 કરોડ રૂપિયાના ખર્ચે આ પોલીસ ભવન-2 બનાવવામાં આવશે. લગભગ અઢી વર્ષમાં આ ભવન બનીને તૈયાર થઈ જશે.

શહેરના અઠવાલાઇન્સ વિસ્તારમાં પોલીસ ભવન 2 નિર્માણ પામશે. જે માટે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં પહેલીવાર કોઈ પોલીસ ભવન 12 માળનું હશે. આ પોલીસ ભવનમાં અત્યંત આધુનિક ટેક્નોલોજી હશે જે અત્યારસુધી રાજ્યના કોઈપણ પોલીસ ભવનમાં જોવા મળી ન હોય. નવીન પોલીસ ભવન 2માં બેઝમેન્ટ પર 12 માળનું બાંધકામ હશે.

બિલ્ડપ એરિયાની વાત કરવામાં આવે તો આ 12,785 ચોરસ મીટર છે. બેઝમેન્ટ 2065 ચોરસ મીટર, ગ્રાઉન્ડ ફ્લોર 778 ચોરસ મીટર, પ્રથમ માળ 1021 ચોરસ મીટર. ત્યારપછી બીજા માળથી દસમો માળ 800 ચોરસ મીટર, 11મો માળ 787 ચોરસ મીટર, 12મો માળ 818 ચોરસ મીટર રહેશે. જ્યારે સ્ટેર કેબિન 116 ચોરસ મીટર રહેશે. અમદાવાદની સંકલ્પ ઇન્ફ્રો ક્રોન કંપની દ્વારા આ બહુમાળી બિલ્ડિંગ બનાવવામાં આવી રહી છે.

ગુજરાત પોલીસ માટે મહત્વની બાબત છે. કારણ કે, આજદિન સુધી કોઈપણ પોલીસ ભવન 12 માળનું નથી. આ પૂરી બિલ્ડિંગ અદ્યતન ટેક્નોલોજી સાથે બનશે. જેમાં સીસીટીવી કેમેરા, શહેરના મોનિટરિંગ માટે તમામ સુવિધા હશે. જેના માધ્યમથી આખા શહેર ઉપર પોલીસ બેસીને નજર રાખશે. એટલું જ નહીં AIની મદદ કઈ રીતે શહેરની સુરક્ષા માટે લઈ શકાય તે માટેની પણ સુવિધા આ બિલ્ડિંગમાં જોવા મળશે.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, સુરત શહેરની વસ્તી 82 લાખ છે અને આવનારા સમયમાં ઘણા બધા ગામ સુરત પોલીસ કમિશનર ગ્રેટ એરિયામાં લાવવામાં આવનાર છે. જેના કારણે વસ્તી ખૂબ વધી જશે. ત્યારે લોકોને પોલીસની તમામ સુવિધાઓ એક જ જગ્યાએથી મળે તે આશ્રયથી 36 કરોડના ખર્ચે બેઝમેન્ટ પ્લસ પાર્કિંગ સાથે પોલીસ ભવન બિલ્ડિ્ગનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું છે.

સાથે તેઓએ જણાવ્યું હતું કે, જેમાં ટ્રાફિક પોલીસની ટીમ રહેશે. આ ઉપરાંત સાયબર પોલીસ રહેશે અને ટીમ માટે તમામ સુવિધાઓ હશે, ઇકોનોમિક ક્રાઇમ સેલની પૂરી સુવિધા હશે, મહિલા વિંગ માટેની સુવિધા રહેશે. આ ઉપરાંત અદ્યતન કોન્ફરન્સ હોલ રહેશે. મિટિંગ તેમજ સેમિનારની પણ આ બિલ્ડિંગમાં સુવિધા હશે. આવનારા દોઢથી બે વર્ષમાં આ બિલ્ડિંગ બની જશે

જગ્યાની સમસ્યાને લઈને લોકોને અલગ અલગ જગ્યાએ જવું પડતું હતું. પરંતુ હવે તમામ સુવિધાઓ એક જ જગ્યાએથી મળી રહેશે, લેટેસ્ટ સુવિધાઓથી આ બિલ્ડિંગ ડિઝાઇન કરવામાં આવ્યું છે.


Spread the love

Related posts

‘જેને સહારો આપ્યો તેને અંધારામાં રાખી પ્રેમ લગ્ન કરવા યોગ્ય નથી’, લવ મેરેજ મુદ્દે નરેશ પટેલનું મોટું નિવેદન

Team News Updates

માસૂમ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય:સુરતના પાંડેસરામાં સમોસાની લાલચ આપી નરાધમે 5 વર્ષના બાળકનું અપહરણ કર્યું, આરોપી ભાગે તે પહેલાં જ પોલીસે ઝડપ્યો

Team News Updates

સુરતમાં ક્રેનના ચાલકે રોડની સાઈડ પર ઉભેલા પિતા-પુત્રને બાઇક સાથે 20 ફૂટ ધસડ્યા, પગ પરથી ટાયર ફરી વળતાં માસના લોચા નીકળ્યા

Team News Updates