આ રોટલીનું કુલ વજન 2700 કિલો છે. જેમાં 1125 કિલો ઘઉંનો લોટ, 125 કિલો સોજી, 1100 કિલો ડ્રાય ફ્રૂટ્સ, 400 લિટર દૂધ અને 400 લિટર ગાયનું દેશી ઘી વપરાયું છે. આ રોટની ગોળાકારતા 11 ફૂટ અને જાડાઈ 2 ફૂટ છે.
તમે તમારા જીવનમાં ક્યારેય નહીં જોઈ હોય તેટલી મોટી રોટલી રાજસ્થાનમાં બનાવામાં આવી છે. સામાન્ય રીતે જ્યારે ઘરે રોટલી બને છે તે જ આપણે જોતા અને ખાતા આવ્યા છે પણ જ્યારે તે કદમાં થોડી મોટી કે જાડી બની જાય તો આપડે તેને રોટલાનું નામ આપી દઈએ છીએ. તમને જણાવી દઈએ તો ફોટામાં તમે જે જોઈ રહ્યા છો તે વિશ્વની સૌથી મોટી રોટલી છે અને આ રોટલીને પકવતા 22 કલાકનો સમય લાગ્યો છે.
તમને જણાવી દઈએ તો રાજસ્થાનના સીકર જિલ્લાના પ્રસિદ્ધ દેવીપુરા બાલાજી ધામમાં શનિવારે હનુમાનજીને 2700 કિલો રોટલીનો ભોગ અર્પણ કરવામાં આવ્યો છે. આ ખાસ રોટલી શુક્રવારે સવારે પાંચ વાગ્યે બનાવવાનું શરૂ થયું હતું અને શનિવારે રાત્રે 2 વાગ્યાને આસપાસ બનીને તૈયાર થઈ હતી.
આ રોટલીનું કુલ વજન 2700 કિલો છે. જેમાં 1125 કિલો ઘઉંનો લોટ, 125 કિલો સોજી, 1100 કિલો ડ્રાય ફ્રૂટ્સ, 400 લિટર દૂધ અને 400 લિટર ગાયનું દેશી ઘી વપરાયું છે. આ રોટની ગોળાકારતા 11 ફૂટ અને જાડાઈ 2 ફૂટ છે. પૂર્ણસર ધામના સંત રામદાસ મહારાજના માર્ગદર્શન હેઠળ સુરત અને પૂર્ણસરના 20 રસોઇયાઓ દ્વારા આ રોટ તૈયાર કરવામાં આવ્યો છે. તેને બનાવવામાં 22 કલાકનો સમય લાગ્યો હતો.

તમને જણાવી દઈએ કે આ રોટલી બનાવવા માટે ગેસ સિલિન્ડર કે અન્ય કોઈ સાધનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. તેના બદલે, તે પરંપરાગત અને જૂની ગાયના છાણાને સળગાવી તેના પર જ રોટલી પકવીને બનાવવામાં આવી. આ અનોખી રોટલી બનતી જોવા માટે સીકરમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારથી જ લોકો મંદિરે પહોંચવા લાગ્યા છે. બે ડઝનથી વધુ હલવાઈ આ રોટલી બનાવી રહ્યા છે.