News Updates
SURAT

સુરતમાં રત્નકલાકારે પરિવાર સાથે ઝેરી દવા પીધી:પત્ની-પુત્રીનાં મોત બાદ પુત્રએ પણ દમ તોડ્યો, પિતાની હાલત ગંભીર, પિતરાઈને ફોન કરી કહ્યું- દીકરા-દીકરીને સાચવી લેજે

Spread the love

સુરતમાં સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે દાતાર હોટેલ નજીક ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આથી ચારેયને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ પત્ની અને પુત્રીનું મોત નીપજ્યું છે. હાલ પુત્રએ પણ દમ તોડી દેતા એક જ પરિવારમાં ત્રણ સભ્યના મોત નીપજ્યા છે. જ્યારે પિતાની હાલત ગંભીર છે. પુત્ર હાલમાં જ ધો.12માં પાસ થયો હતો. રત્નકલાકારે દવા પીધા બાદ પિતરાઈને ફોન કરી કહ્યું હતું કે, મારા એક દીકરા અને દીકરીને સાચવી લેજે.

આર્થિક સંકડામણના કારણે રત્નકલાકારે પરિવાર સાથે આ પગલું ભર્યું હોવાની શંકા વ્યક્ત કરાઈ છે. જ્યારે મોટો એક દીકરો મિત્રની સાથે ગયો હતો જ્યારે એક દીકરી માસીના ઘરે ગઈ હતી. આથી આ બન્ને બચી ગયાં છે.

માતા બાદ પુત્રીએ દમ તોડ્યો
સરથાણા વિજયનગર સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગરના સિહોરના વતની વિનુભાઈ ખોડાભાઈ મોરડિયા(ઉં.વ.55)હીરાના કારખાનામાં કામ કરે છે. બુધવારે મોડી સાંજે વિનુભાઈ તેમની 50 વર્ષીય પત્ની શારદાબેન, તેમનો 20 વર્ષીય પુત્ર ક્રિશ અને 15 વર્ષીય પુત્રી સેનિતાએ એક સાથે ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની મદદથી ચારેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં ચારેયને સારવાર માટે દાખલ કરાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મોડી રાત્રે શારદાબેનનું મોત નીપજ્યું હતું. બાદમાં સેનિતાએ પણ અંતિમ શ્વાસ લીધા હતા અને હવે પુત્ર ક્રિશે પણ દમ તોડી દીધો છે. બનાવની જાણ થતા હોસ્પિટલ દોડી ગયેલી પોલીસે તપાસ શરૂ કરી હતી.

પરિવારે જાહેરમાં ઝેરી દવા ગટગટાવી હતી
ACP પી.કે. પટેલે જણાવ્યું હતું કે, મોરડિયા પરિવારના ચાર સભ્યોએ કેનાલ રોડ પર જાહેરમાં ઝેરી દવા ગટગટાવી હતી. ત્યારબાદ તેના પિતરાઈ ભાઈને ફોન કરીને કહ્યું હતું કે, મારો એક દીકરો અને દીકરી ઘરે છે તેની સાર સંભાળ રાખજો. વિનુભાઈને ચાર સંતાનો છે. જેમાંથી બે સંતાનો હાલ ઘરે છે. જ્યારે આ સામૂહિક આપઘાત અને આપઘાતના પ્રયાસમાં કુલ ત્રણના મોત નીપજ્યા છે અને વિનુભાઈ સારવાર હેઠળ છે.

મોબાઈલમાંથી સુસાઇડ નોટરૂપી વીડિયો મળ્યો
વધુમાં જણાવ્યું હતું કે, સારવાર હેઠળ રહેલા વિનુભાઈ પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવે તે પહેલા એક સુસાઈડ નોટરૂપી વીડિયો બનાવ્યો હતો. જેમાં વિનુભાઈ બોલે છે કે, મારે હવે આપઘાત કરવા સિવાય કોઈ આ આખરી રસ્તો નથી. હું સારો પિતાના બની ન શક્યો, હું સારો પુત્ર ન બની શક્યો, હું સારો પતિ ન બની શક્યો. આ વીડિયો રેકોર્ડ કર્યા બાદ તેણે આપઘાત કરી લીધો હતો. હાલ વીડિયો એફએસએલમાં મોકલવામાં આવ્યો છે.

માતા-પુત્રી લેશપટ્ટીનું કામ કરતા
આર્થિક સંકડામણ અનુભવતો પરિવારનો દરેક સભ્ય કંઈક ને કંઈક કામ કરતો હતો. જેમાં વિનુભાઈ રત્નકલાકાર હતા અને પત્ની તથા પુત્રી લેસ પટ્ટીનું કામ કરી રહ્યા હતા.

હીરામાં મંદી હોવાથી આર્થિક સંકડામણ
વિનુભાઈ હીરાના કારખાનામાં કામ કરતા હોય અને હાલમાં હીરામાં મંદી ચાલી રહી છે. આથી આર્થિક સંકડામણના કારણે તેમણે પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવી લીધી હોવાની શંકા સેવાઇ રહી છે. બનાવની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હોસ્પિટલ દોડી ગયા હતા અને પરિવારના આ પગલા બાબતે તપાસ શરૂ કરી છે.

પિતરાઈને કહ્યું, દીકરા-દીકરીને સાચવી લેજે
એલ્યુમિનિયમ ફોસ્ફેટ પીધા બાદ વિનુભાઈએ પિતરાઈ ભાઈને ફોન કરી ઘરે હાજર એક દીકરા અને એક દીકરીને સાચવી લેવાનું કહ્યું હતું. જેથી પિતરાઈ ભાઈએ ઘટનાસ્થળે દોડી જઈ ચારેયને હોસ્પિટલ ખસેડ્યાં હતાં.

ભાઈને કોઈનું દબાણ હતું નહીં
પિતરાઈ ભાઈ પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, વિનુભાઈ મારા મોટા પપ્પાનો દીકરો થાય. મારા ભાભી અને એક ભત્રીજી અને એક ભત્રીજીનું મૃત્યુ થયું છે. ભાઈને કોઈનું દબાણ હતું નહીં. તેને શું સૂઝ્યું અને આવું પગલું ભર્યું એ અમને ખબર નથી. સુરતમાં ચાર-પાંચ વર્ષથી પરિવાર સાથે રહે છે. વિનુભાઈ પોતે હીરાના કારખાનામાં કામ કરે છે. મોટો દીકરો કોલેજ કરે છે. બે દીકરીઓ ઘરે સંચા ચલાવીને સિલાઇ કામ કરે છે.


Spread the love

Related posts

SURAT:વાહનોના થપ્પા લાગતાં વાહનચાલકો પરેશાન,10 કિમી સુધી ટ્રાફિકજામનાં આકાશી દૃશ્યો,ધોરણ પારડી પાસે સર્જાયેલા અકસ્માતને કારણે ચાર કલાક નેશનલ હાઇવે જામ

Team News Updates

તમારી જાણ બહાર તમારા Aadhar Card અને PAN Cardનો બેફામ ઉપયોગ થાય છે, Surat Policeની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી

Team News Updates

VALSAD:વરસાદી માહોલ ભરઉનાળે:બીજા દિવસે પણ છુટાછવાયા વરસાદી છાંટા પડ્યા,ધરમપુર અને કપરાડા તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં વરસાદી માહોલ

Team News Updates