News Updates
SURAT

Surat:પત્નીને ગળા, પતિને માથા પર ઘા માર્યા, બે બાળક બચી ગયા, નિંદ્રાધીન દંપતી પર ચપ્પુ લઈને યુવક તૂટી પડયો સુરતમાં

Spread the love

શહેરના ડિંડોલી વિસ્તારમાં બનેલી હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આજે (2 જુલાઈ) મળસ્કે અજાણયા હુમલાખોરે ઘરમાં ઘૂસી ઊંઘમાં જ દંપતીને ચપ્પુથી હુમલો કરી નાશી છૂટ્યો હતો. હુમલામાં દંપતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત અને લોહીલુહાણ થઈ ગયા હતા. આ ઘટના અંગે ખબર પડતા જ સ્થાનિકો પણ દોડી આવ્યા હતા અને દંપતીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એટલું જ નહીં સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.


મળતી માહિતી મુજબ, ડિંડોલી ખાતે આવેલ ગ્રીનવિલા સોસાયટીમાં રહેતા રણજીતભાઈ વિજયભાઈ મોદી (ઉં.વ.44) અને તેમના પત્ની ગુડ્ડી રણજીતભાઈ મોદી (ઉં.વ.43) નાઓ રાત્રે પોતાના બે બાળકી સાથે ઘરમાં સુતા હતા. દરમિયાન આજે મળસ્કે 4.30થી 5 વાગ્યાના સમયગાળા એક યુવક તેમના ઘરમાં ઘૂસી ગયો હતો અને તીક્ષણ હથિયાર વડે બન્ને ઉપર હુમલો કરી નાશી છૂટયો હતો.

રણજીતભાઈને માથા પર અને ચેહરા પર ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા, જેથી ગંભીર ઇજા થઇ હતી. પત્નીને ગળા પર અને શરીર પર ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. હુમલાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. દંપતિને 108 એમ્બ્યુલેન્સ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા.

વધુમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, રણજીતભાઈ ડાઇંગ માસ્ટર છે. તેમણે બે સંતાન છે. રાત્રે તેઓ તથા પત્ની અને બને બાળકો ઘરમાં સુતેલા હતા. દરમિયાન મળસ્કે તેમના ઉપર હુમલો થયો હતો. હુમલો કોણે અને કયા કારણસર કર્યો છે, તે અત્યારે કાંઈ ખબર નહીં. ઘટના અંગે જાણ થતા જ ડિંડોલી પોલીસનો કાફલો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને સ્થળ પર જરૂરી તપાસ હાથ ધરી હતી.

પોલીસ દ્વારા પીડિત દંપતીના નિવેદનો લેવામાં આવ્યા હતા. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે, દંપતી ઉપર હુમલો કરનાર કોણ છે અને કયા કારણસર હુમલો કરવામાં આવ્યો છે, તે હાલમાં જાણવા મળ્યું નથી. જોકે, સીસીટીવી તેમજ હ્યુમન રિસોર્સના આધારે તપાસ ચાલી રહી છે.


Spread the love

Related posts

હત્યાનો આરોપી 24 વર્ષે ઝડપાયો:મિત્રએ નજીવી વાતે સંચા મશીનના ફટકા મારી યુવકની હત્યા કરી, 1999માં પાંડેસરાની મિલના ગુનાના આરોપીની ધરપકડ

Team News Updates

SURAT:વરસાદ વરસ્યો ભર ઉનાળે ,વાતાવરણમાં પલટો સુરતમાં

Team News Updates

ગણપતિ દાદાનો ‘ગોલ્ડન’ હાર:સુરતના જ્વેલરે લાલબાગના રાજા માટે તૈયાર કર્યો 9 ફૂટ લાંબો 250 ગોલ્ડ પ્લેટેડ ગુલાબનો હાર, અગાઉ રણબીર-આલિયાને ગોલ્ડન બુકે આપ્યું હતું

Team News Updates