News Updates
SURAT

સુરતની હચમચાવી દેતી ઘટના:મધરાત્રે 4 વર્ષની બાળકી પર હવસખોરે દુષ્કર્મ આચર્યું, લોહીલુહાણ જોઇ પરિવાર ધ્રુજી ગયો, પ્રાઇવેટ પાર્ટ, મોઢા પર ગંભીર ઇજા, હાલ બેભાન

Spread the love

સુરતમાં 4 વર્ષની બાળકી પર મધરાત્રે દુષ્કર્મની ઘટના સામે આવી છે. પરિવાર નવનિર્મિત બાંધકામ સાઈટ પર રહે છે. રાત્રે અજાણ્યો શખસ આવીને બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. રાત્રે 2 વાગ્યા આસપાસ બાળકીનો રડવાનો અવાજ આવતા પરિવાર જાગી ગયો હતો અને પુત્રીને લોહીલુહાણ જોતા પરિવારજનો ધ્રુજી ગયા હતા. જો કે, બાદમાં બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે બાળકીના પ્રાઇવેટ પાર્ટ અને મોઢાના ભાગે ખૂબ જ ગંભીર ઇજા છે. બાળકીની ઓપરેશન થિયેટરમાં સર્જરી કરી ICUમાં દાખલ કરાઇ છે. જો કે, હાલ બાળકી બેભાન છે.

બાળકીની હાલત અતિ ગંભીર
સુરત સિવિલ હોસ્પિટલમાં નરાધમની હેવાનિયતનો ભોગ બનેલી બાળકીની હાલત ખૂબ જ ગંભીર છે. હાલ તો સિવિલમાં ઓપરેશન થિયેટરમાં સારવાર ચાલી છે. જોકે તબીબોના જણાવ્યા પ્રમાણે બાળકી બેભાન હાલતમાં છે.

મજૂરી કરી પરિવાર ગુજરાન ચલાવે છે
સુરતમાં મૂળ મધ્યપ્રદેશનો શ્રમિક પરિવાર નવનિર્મિત બાંધકામ સાઈટ પર રહે છે અને મજૂરી કામ કરી પરિવાર ગુજરાન ચલાવે છે. તેમની 4 વર્ષની બાળકીનો રાત્રિ બે વાગ્યાના અરસામાં રડવાનો અવાજ આવતા પરિવાર ઊંઘમાંથી જાગી ગયો હતો. દીકરીને લોહીલુહાણ હાલતમાં જોતા પરિવાર ચોંકી ગયો હતો.

પરિવારે 108ને જાણ કરી પુત્રીને હોસ્પિટલ ખસેડી
બાળકીની હાલત જોતા પરિવારે તાત્કાલિક 108ને જાણ કરી હતી. ત્યારબાદ 108 મારફતે સારવાર અર્થે બાળકીને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાળકીને લોહીલુહાણ હાલતમાં જોઈને તબીબો દ્વારા બાળકીને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં દાખલ કરી દેવામાં આવી હતી.

પોલીસે સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી
ઈચ્છાપોર પોલીસે સિવિલ હોસ્પિટલ પહોંચી પરિવારનું નિવેદન નોંધી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. બાળકી પર દુષ્કર્મ આચરનાર શખસની હજી સુધી ઓળખ થઈ નથી. આથી પોલીસે સીસીટીવીના આધારે આરોપી અજાણ્યા શખસની શોધખોળ હાથ ધરી છે. બાળકીને હાલત ગંભીર હોવાથી પરિવાર પણ ચિંતામાં સરી પડ્યો છે.

પીઆઈ સહિતનો પોલીસ કાફલો સિવિલ દોડી આવ્યો
બાળકીની હાલત ગંભીર હોવાથી અને દુષ્કર્મની શંકા હોવાથી ઈચ્છાપોર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પીઆઇ સહિતનો પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં દુષ્કર્મ થયું હોવાનું જણાતા પોલીસ દ્વારા હાલ ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ પોલીસે સીસીટીવી કેમેરાના આધારે અજાણ્યા હવસખોર શખસની શોધખોળ હાથ ધરી છે.


Spread the love

Related posts

Surat થી Ayodhya નું વેઈટિંગ લિસ્ટ 4 મહિનાનું 

Team News Updates

બોલ્યા PM મોદી સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં….કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા..

Team News Updates

કેરેટ્સ એક્ઝિબિશન:812 હીરામાંથી બનેલું 3.24 લાખનું જોકર-પેન્ડન્ટ, હોકી, કમળનું આકર્ષણ

Team News Updates