News Updates
GUJARAT

ચોમાસું હજુ પણ ગુજરાતથી ઘણું દૂર, ભેજના કારણે આ વિસ્તારોમાં સામાન્ય વરસાદ રહેશે

Spread the love

રાજ્યના ખેડૂતો હવે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. બિપરજોય વાવાઝોડાને કારણે આ વખતે ચોમાસુ ખેંચાય તેવી  શક્યતા સેવાઈ રહી છે. દર વર્ષે 1 જૂનથી કેરળમાં ચોમાસુ બેસી જતુ હોય છે, જો કે આ વર્ષે કેરળમાં પણ 8 જૂન બાદ ચોમાસાનું આગમન થયુ છે

 આ તરફ ચોમાસાની (Monsoon 2023) વાત કરીએ તો, ગુજરાતવાસીઓએ ચોમાસા માટે હજુ પણ રાહ જોવી પડશે. ચોમાસું ક્યારે આવશે તેને લઈ હજુ પણ કોઈ સ્પષ્ટતા નથી. મુંબઈમાં ચોમાસાનું આગમન થાય પછી જ ગુજરાતમાં ચોમાસું આવશે. જોકે ભેજવાળા વાતાવરણના કારણે આજથી 4 દિવસ કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ (Rain) રહેશે. ડાંગ, તાપી, છોટાઉદેપુરમાં વરસાદ વરસી શકે છે. જ્યારે અમદાવાદના વાતાવરણમાં કોઈ ફેરફાર નહીં થાય. વાદળ આવશે પણ વરસાદ નહીં પડે.

હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈને સ્પષ્ટતા નહીં

રાજ્યના ખેડૂતો હવે ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. બિપરજોય વાવાઝોડાને કારણે આ વખતે ચોમાસુ ખેંચાય તેવી  શક્યતા સેવાઈ રહી છે. દર વર્ષે 1 જૂનથી કેરળમાં ચોમાસુ બેસી જતુ હોય છે, જો કે આ વર્ષે કેરળમાં પણ 8 જૂન બાદ ચોમાસાનું આગમન થયુ છે ત્યારે ગુજરાતમાં ક્યારે ચોમાસુ આવશે તેને લઈને હવામાન વિભાગ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

વલસાડના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ

ગુજરાત પરથી બિપરજોય વાવાઝોડાનું સંકટ તો ટળી ગયુ છે. જો કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. ડાંગ, તાપી, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. વલસાડના અનેક વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ ખાબક્યો છે.

વલસાડમાં ભારે પવન સાથે વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં વીજ પ્રવાહ બંધ થયો હતો. શાકમાર્કેટના બજારમાં પાણી ભરાતા વેપારીઓ પરેશાન થયા હતા. વરસાદી માહોલના પગલે લોકોને અસહ્ય ગરમીથી રાહત મળી હતી.

સુરતના અનેક વિસ્તારમાં વરસ્યો વરસાદ

ગઇકાલે સુરત શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાથે જ સુરત શહેરના મોટા ભાગના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સુરતના અઠવા વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અડાજણ ,પીપલોદ, ડુમસ સિટીલાઇટ અઠવા વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.


Spread the love

Related posts

લગ્ન પહેલા ભારતમાં આ સુંદર સ્થળોની મુલાકાત લો, બેચલર ટ્રીપ માટેનું શ્રેષ્ઠ સ્થળ

Team News Updates

વિશ્વ રેકોર્ડ તરફ પ્રયાણ જામનગરમાં દગડુંશેઠ ગણેશ મહોત્સવમાં 551 મીટરની ગણપતિજીની હાલારી પાઘડી અને 11,111 લાડુ 

Team News Updates

દારૂની હેરાફેરી મમરાની આડમાં :39.11 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત મોરવા હડફના સંતરોડ ઓવર બ્રીજ પાસેથી

Team News Updates