News Updates
INTERNATIONAL

દેવાદાર દેશ કયો છે? વિશ્વનો સૌથી મોટો, જાણો ભારતનું સ્થાન,Top-10ની યાદીમાં

Spread the love

દુનિયાના ઘણા દેશો લોન લઈને પોતાની અર્થવ્યવસ્થા ચલાવી રહ્યા છે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનો સૌથી મોટો દેવાદાર દેશ કયો છે? હાલમાં જ વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વિશ્વના તે દેશોની યાદી જાહેર કરી છે જે સૌથી વધુ દેવાદાર છે.

આ યાદીમાં ટોચના 10 દેશોમાં અમેરિકા, ચીન, જાપાન, યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ, ઇટાલી, ભારત, જર્મની, કેનેડા અને બ્રાઝિલનો સમાવેશ થાય છે. આશ્ચર્ય વચ્ચે યાદીમાં ટોચ પર નામ યુનાઇટેડ સ્ટેટ્સનું છે.

વિશ્વના સૌથી મોટા દેવાદાર દેશોમાં અમેરિકા પ્રથમ ક્રમે છે. આ દેશ પર 33,229 અબજ ડોલરનું દેવું છે. દેવાની બાબતમાં ચીનનું નામ બીજા નંબરે આવે છે અને આ દેશ પર 2023માં 14,692 અબજ ડોલરનું દેવું હતું.

આ યાદીમાં જાપાનનું નામ ત્રીજા સ્થાને છે. જાપાન પર 10,797 અબજ ડોલરનું દેવું છે. દેવાની બાબતમાં યુનાઇટેડ કિંગડમનું નામ ચોથા સ્થાને આવે છે. આ દેશ પર 3,469 અબજ ડોલરનું દેવું છે. વિશ્વના દેવાદાર દેશોની યાદીમાં ફ્રાન્સ પાંચમા સ્થાને છે. તેના પર 3,354 અબજ ડોલરનું દેવું છે.

ભારત યાદીમાં સાતમા સ્થાને છે. દેવાદાર દેશોની યાદીમાં ભારત ટોચના 10 દેશમાં સામેલ છે. ભારત પર 2023 સુધીમાં 3,057 બિલિયન ડોલરનું દેવું છે.


Spread the love

Related posts

 AI આ રીતે થઈ શકે છે ઉપયોગી ભારતથી જર્મની સુધી કૃષિક્ષેત્રના વિકાસમાં

Team News Updates

IPL 2023 ઓરેન્જ અને પર્પલ કેપ રેસમાં થયો ફેરફાર, વરુણ ચક્રવર્તી અને રિંકુ સિંહે કરી કમાલ

Team News Updates

આયોવામાં ચેકિંગ દરમિયાન ખાદ્ય સુરક્ષાના કારણે રેસ્ટોરન્ટ અને ફૂડ ટ્રકને અસ્થાયી રૂપે બંધ કરવાની નોટિસ આપવામાં આવી

Team News Updates