News Updates
INTERNATIONAL

પ્લેન ક્રેશ નેપાળમાં: વિમાનમાં અચાનક જ આગ લાગી,કાઠમંડુ એરપોર્ટથી ટેકઓફ વખતે આ દુર્ઘટના બની,ફ્લાઇટમાં 19 લોકો હતા; 5ના મોત

Spread the love

નેપાળની રાજધાની કાઠમાંડૂમાં એક વિમાન ક્રેશ થઈ ગયું છે. ઘટનામાં હાલ 5 લોકોનાં મોતની જાણકારી સામે આવી છે. ત્યાં જ, ઘાયલ પાયલટ કેપ્ટન એમ આર શાક્યને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. પ્લેનમાં ક્રૂ સહિત 19 લોકો સવાર હતા. આ ફ્લાઇટ કાઠમાંડૂથી પોખરા જઈ રહી હતી.

વિમાને ત્રિભુવન એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. આના થોડા સમય બાદ તે સવારે લગભગ 11 વાગે ક્રેશ થયું હતું. કાઠમંડુ પોસ્ટ અનુસાર, પોલીસ અને ફાયર ફાયટર્સની ટીમ ઘટનાસ્થળે બચાવ કામગીરી કરી રહી છે. હાલ અકસ્માતમાં જાનમાલના નુકસાન અંગે કોઈ માહિતી બહાર આવી નથી. જોકે, ઘટના સ્થળેથી બહાર આવેલી તસવીરોમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળે છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી ગઈ હતી. તેને તરત જ કંટ્રોલમાં લેવામાં આવી હતી. ઘટનાસ્થળથી સામે આવેલી તસવીરમાં ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળી રહ્યા છે.

વિમાન સૂર્યા એરલાઈન્સનું હોવાનું સામે આવ્યું છે. કાઠમંડુમાં આવેલા ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી છે. આ વિમાન પોખરા માટે ઉડાન ભરી રહ્યું હતું. વિમાનમાં ફક્ત એરલાઇન્સનો ટેક્નિકલ સ્ટાફ હોવાની માહિતી મળી રહી છે. જોકે તેમાં કોઈ મુસાફર મુસાફરી કરી રહ્યું નહોતું. આ માહિતી ખુદ એરપોર્ટના ઈન્ફર્મેશન ઓફિસરે આપી હતી. વિમાન જેવું જ ક્રેશ થયું તો જાણે આગના ગોળામાં રૂપાંતરિત થઈ ગયું હતું અને એકાએક ધૂમાડાના ગોટે ગોટા આકાશમાં સર્જાયા હતા.


Spread the love

Related posts

કતારે 8 પૂર્વ ભારતીય નૌસેનિકોને મૃત્યુદંડની સજા સંભળાવી:ભારત સરકારે કહ્યું- અમે નિર્ણયથી આશ્ચર્યચકિત, તેમને મુક્ત કરવા માટે કાયદાકીય માર્ગો શોધી રહ્યા છીએ

Team News Updates

મુંબઈથી નવી મુંબઈ માત્ર ગણતરીની મિનિટોમાં પહોંચાશે, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક 26 મે સુધીમાં થઈ જશે તૈયાર

Team News Updates

મેક્સિકોમાં દર્શાવેલ એલિયન હાડપિંજર સાથે છેડછાડ થઈ નથી:ટેસ્ટિંગ પછી ડૉક્ટરે કહ્યું- આને જોડ-તોડ કરીને બનાવ્યું નથી, આ એક સમયે જીવિત હતા

Team News Updates