News Updates
AHMEDABAD

વરસાદની આગાહી ગુજરાતમાં આખું અઠવાડિયું ; મોરબી, કચ્છ જામનગરમાં ભારે વરસાદની આગાહી, આજે રાજ્યના 30 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

Spread the love

હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે સમગ્ર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગામી સાત દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. ઉલ્લેખનીય છે કે, હજુ પણ ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની ઘટ નોંધાઈ રહી છે, તેવામાં આજે અમદાવાદ સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે. આજે 29મી જુલાઈએ વહેલી સવારથી જ અમદાવાદ, વડોદરા, રાજકોટ સહિતના ગુજરાતના મુખ્ય શહેરો સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ પણ ઝડપી રહેવાની સંભાવના છે.


હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર આજે કચ્છ, મોરબી અને જામનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાલમાં અરબ સાગરના ભાગોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઉપર ઉત્તરમાં 20 એટિટ્યુડ પર સક્રિય થયેલું છે. તદુપરાંત દક્ષિણના ભાગો પર ઓફશોર ટ્રફ છે, જેને કારણે વિવિધ સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે અતિભારે વરસાદ સાથે ઓરેન્જ જાહેર કરવામાં આવ્યું છે.

યાદવે વધુમાં જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. કારણ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન 35થી 45 કિ.મી જ્યારે ત્રીજા દિવસથી 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. આ સાથે જ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવના હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યંત ભારે વરસાદ હોવાથી 1 જૂનથી લઈને 29 જુલાઈ સુધી 276.2 મિમી વરસાદની જરૂરિયાત હોય છે, જેની સામે અત્યાર સુધીમાં 413.1 મિમી વરસાદ ખાબક્યો છે. એટલે કે જરૂરિયાત કરતાં 50% વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ગુજરાત પ્રદેશમાં એટલે કે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 29 જુલાઈ સુધી 451.5 મિમી વરસાદની જરૂરિયાત હોય છે, જેની સામે અત્યાર સુધીમાં 431.2 મિમી વરસાદ વરસ્યો છે, એટલે કે હજુ પણ જરૂરિયાત કરતાં ચાર ટકા વરસાદની ઘટ છે. ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો 18% વધુ વરસાદ નોંધાયો છે.


Spread the love

Related posts

વરસાદી પાણીના કારણે 50થી વધુ વાહનોની નંબર પ્લેટ નીકળી, સ્થાનિકે એકત્ર કરી લોકોને લઈ જવા અપીલ કરી

Team News Updates

Ahmedabad:જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી,બાળકો કૃષ્ણ-રાધાના રંગે રંગાયા,મણીનગરની દિવાન બલ્લુભાઈ ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં

Team News Updates

Ahmedabad:ભરતી કરવા માગ શિક્ષકોની :યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણના શિક્ષકોની ભરતી કરવા શૈક્ષિક સંઘનો શિક્ષણ મંત્રીને પત્ર

Team News Updates