News Updates
AHMEDABAD

હાઈકોર્ટના જજે કહ્યું- PIને યાદ રહેવું જોઈએ,  એક લાત કેટલી મોંઘી છે તે નિર્દોષ વ્યક્તિને લાત મારના PIને 3 લાખનો દંડ

Spread the love

સુરતના ડિંડોલીમાં એડવોકેટ હિરેન નાઈ કારમાં મિત્રો સાથે બેઠા હતા. ત્યારે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.જે. સોલંકીએ ત્યાં આવીને કંઇપણ પૂછ્યા વગર સીધા લાત મારવા લાગ્યા હતા અને એટ્રોસિટી થાય તેવા અપશબ્દો બોલ્યા હતા. આ ઘટના અંગે પોલીસે પીઆઇ સામે ફરિયાદ નોંધવા ઇનકાર કર્યો હતો. જેથી હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ કેસમાં હાઈકોર્ટે કોઇપણ ગુના વગર નિર્ષોદ વ્યક્તિને લાત મારનાર પીઆઇને 3 લાખનો દંડ ફટકાર્યો હતો. કોર્ટે એવી પણ ટકોર કરી હતી કે, ખોટી રીતે લોકોને એક લાત મારવી કેટલી મોંઘી છે તે પીઆઇને આજીવન યાદ રહેવું જોઇએ. ભવિષ્યમાં પણ તેને કોઈ માણસ પર હાથ કે પગ ઉપાડતા લાતના દંડ યાદ આવશે. પોલીસ ભલે દબાણમાં કામ કરે છે પરંતુ તેનો મતલબ સત્તાનો દુરુપોયગ કરવાની છૂટ નથી.

પીઆઇએ ન્યાયતંત્ર વિશે જાહેરમાં અશોભનીય શબ્દો કહ્યા હોવાની રજૂઆત થતાં કોર્ટે ટકોર કરી હતી કે, આવા પીઆઇ સામે સરકાર પગલાં કેમ લેતી નથી? જસ્ટિસ નિર્ઝર દેસાઈએ ચાલુ સુનાવણી દરમિયાન ઉચ્ચ પોલીસ અધિકારી પાસે પીઆઈ સામે શું પગલા લેશો તે અંગે સૂચના મંગાવી હતી.

ફરિયાદી એડવોકેટે હાઈકોર્ટમાં બનાવની રાત્રે ઘટના સ્થળના ફૂટેજ બતાવ્યા હતા. જે જોઇને હાઇકોર્ટે પીઆઇનો ઉધડો લેતા એવી ટકોર કરી હતી કે, તમે હીરો બનીને ફરો છો એટલે શું ગમે તે વ્યક્તિને કોઇ ગુના વગર મારવાના? કઇ પણ પૂછયા વગર કોઇને લાત કેવી રીતે મારી શકાય? જો પોલીસના આવા દમનને અત્યારે રોકવામાં નહી આવે તો કાલે પોલીસ મને પણ કારણ વગર લાત મારી શકે છે. કોઇ સાચો આરોપી હોય તો પણ તેને પૂછયા વગર લાત મારી શકાય નહીં.

હાઈકોર્ટે એવી ટકોર કરી હતી કે, પીઆઇ પોતાને ફિલ્મના હીરોની જેમ જીપમાંથી કૂદીને સીધા નિર્દોષ વ્યકિતને લાત મારે છે તે સીસીટીવી ફૂટેજમાં દેખાતો પુરાવો છે. પોતાને હીરો સમજતા પીઆઇને કોઇ સંજોગોમાં માફ કરી શકાય નહીં. પીઆઇએ સત્તાનો દુરુપયોગ કર્યો છે. અમેરિકામાં આ પ્રકારનો ગુનો બને તો પોલીસવાળા સામે શું થાય છે? તે તપાસી જુઓ. પીઆઈએ વકીલને નાર્કોટિક્સના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી.


Spread the love

Related posts

અમદાવાદ 2024નું આયોજન-સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ક્લેવ,AI ક્ષેત્રના નિષ્ણાતોનો પરિસંવાદ

Team News Updates

ઈન્ડિયાસ ગ્રેટેસ્ટ ટેલેન્ટ શોની સિઝન 5ની ડાન્સ કેટેગરીમાં વિજેતા જાહેર, રૂદ્રી જોષી સતત 3 મહિનાના પુરુષાર્થ બાદ 

Team News Updates

નવા ડીજીપી પોલીસને પણ નહીં છોડે:ટ્રાફિક નિયમોના પાઠ ભણાવશે, પોલીસ લખેલી નેમપ્લેટ હશે તો દંડ થશે, ટુ-વ્હિલરમાં હેલ્મેટ તો કારમાં સીટ બેલ્ટ ફરજિયાત

Team News Updates