ODI વર્લ્ડ કપ 2023માં કોઈ ઓપનિંગ સેરેમની નહોતી, પરંતુ ભારત- પાકિસ્તાન મેચ (IND vs PAK) દરમિયાન એક ખાસ ઈવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેચ જોવા બોલિવૂડ અને ક્રિકેટ જગતના દિગ્ગજ કલાકારો આવશે. આ પહેલા અમદાવાદના ડિઝાઇનરે વર્લ્ડકપ ચણિયાચોળી તૈયાર કરી છે.
ભારત-પાકિસ્તાન મેચને લઇ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. અમદાવાદના ડિઝાઇનરે વર્લ્ડકપ ચણિયાચોળી તૈયાર કરી છે.
સફેદ ચણિયાચોળીમાં ભારતના તમામ ૧૫ ખેલાડીઓના સ્કેચ જોવા મળ્યા.
15 ખેલાડીઓ સાથે વર્લ્ડકપની ટ્રોફીનો સ્કેચ પણ ચણિયાચોળીમાં રખાયો. ભારતીય ક્રિકેટની બેકબોન વિરાટ કોહલીનો સ્કેચ બેકમાં રખાયો.
ડિઝાઇનરે 8 દિવસમાં 6 કારીગરો પાસેથી વર્લ્ડકપ ચણિયાચોળી તૈયાર કરાવી હતી.
નવરાત્રિ પૂર્વે મેચ હોવાથી ક્રિકેટ ટીમને ચણિયાચોલીમાં સ્થાન આપ્યું, ટીમ ઇન્ડિયાના બદલે ‘ટીમ ભારત’નું લખાણ પણ લખવામાં આવ્યું.