ઈઝરાયેલી સેનાએ ચેતવણી આપી છે કે તેઓ ગાઝા પટ્ટીને ટેન્ટ સિટીમાં ફેરવી દેશે. પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ, એવા પરિણામો ભોગવશે કે તે ક્યારેય ઈઝરાયેલ સામે ઊભુ નહી થઈ શકે. હમાસના લડવૈયાઓની આવાનરી પેઢીઓ ઈઝરાયેલના આ વખતના હુમલાઓની કાળી યાદ રાખશે. આતંકી સંગઠને હમાસે ઈઝરાયેલ પર ગત શનિવારે કરેલા હિંચકારા હુમલા બાદ, ઈઝરાયેલ સતત ગાધા પટ્ટીમાં હવાઈ હુમલાઓ કરની નષ્ટ કરી રહ્યું છે. આજે માત્ર એક જ કલાકમાં ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં 250 રોકેટ છોડીને તબાહી મચાવી છે.
ગયા શનિવારે, પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસે અચાનક ઈઝરાયેલ પર જમીન, હવા અને દરિયાઈ માર્ગે હુમલો કર્યો હતો. આ ભયાનક અને બર્બર હુમલામાં ઓછામાં ઓછા 1200 ઇઝરાયેલમાં રહેતા લોકો માર્યા ગયા છે. આની સામે ઈઝરાયેલ પણ આક્રમક જવાબી કાર્યવાહી કરી છે. એક તરફ, ઈઝરાયેલે ગાઝા પટ્ટીમાં પાણી અને વીજળીનો પુરવઠો અટકાવી નાખ્યો છે, તો બીજી તરફ તે હમાસના અડ્ડાઓ પર રોકેટ મારો કરી રહ્યું છે.
IDFના ટુંકા નામે ઓળખાતે ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસે આજે બુધવારે એક કલાકની અંદર જ ગાઝા પટ્ટી પર 250 હવાઈ હુમલા કર્યા અને હમાસના આતંકવાદને જડમૂળથી ખતમ કરવાનો દાવો કર્યો. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઈઝરાયેલ પર કરાયેલા હુમાલને હવે માત્ર બદલા સ્વરૂપે જ કામગીરી કરી રહ્યાં છે. તેઓ હવે ગાઝા પટ્ટીને તંબુમાં ફેરવી નાખવા માગે છે.
ઈઝરાયેલના સૈન્યે ચેતવણી ઉચ્ચારી છે કે, તેઓ ગાઝા પટ્ટીને ટેન્ટ સિટીમાં ફેરવી દેશે. ઈઝરાયેલ પર હુમલો કરનાર હમાસ, એવા પરિણામો ભોગવશે કે તે ક્યારેય ઊભા નહી થઈ શકે. હમાસના લડવૈયાઓની આવનારી પેઢીઓ પણ ઈઝરાયેલના આ વખતના હુમલાને કાયમ યાદ રાખશે. ગાઝા પટ્ટીને ખેદાનમેદાન કરવા માટે ઈઝરાયેલની સેનાએ 3 લાખથી વધુ સૈનિકોને મેદાનમાં ઉતાર્યા છે. ઈઝરાયેલની સેનાના પ્રવક્તા જોનાથન કોનરિકસે કહ્યું કે, અમે 3 લાખ સૈનિકોને ભારે હથિયારો સાથે ગાઝા સરહદ પર મોકલી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે હમાસે ઈઝરાયેલ પર હુમલો કરીને ભલે અમને આ યુદ્ધમાં કૂદવા માટે મજબૂર કર્યા હોય, પરંતુ અમે હવે કાયમ માટે હમાસનો અંત લાવીશું. તેમણે કહ્યું કે આ યુદ્ધના અંત સુધીમાં હમાસની સૈન્ય તાકાત સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જશે. આ વખતના હુમલા બાદ હમાસ ક્યારેય ઇઝરાયેલી લોકોને જોખમમાં મૂકી શકશે નહીં.
આતંકી સંગઠન હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધનો આજે પાંચમો દિવસ છે. ગઈકાલ મંગળવારે ઈઝરાયેલે દાવો કર્યો હતો કે, 1500 હમાસ આતંકવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે. જોકે, ઈઝરાયેલ માટે મુશ્કેલી એ છે કે તેણે એક સાથે ત્રણ મોરચે લડવું પડશે. એક તરફ હિઝબુલ્લાએ તેના પર રોકેટ છોડ્યા છે તો બીજી તરફ સીરિયા તરફથી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે હમાસને ખેદાનમેદાન કરવા માટે ઈઝરાયેલી સૈન્ય ગાઝા પટ્ટીમાં ઉતરી ચૂક્યું છે.
ઈઝરાયેલની સેના અનુસાર હમાસ સાથેની લડાઈમાં અત્યાર સુધીમાં 169 સૈનિકો માર્યા ગયા છે. નોંધનીય છે કે, ઈઝરાયેલ પર હમાસે કરેલો હુમલો છેલ્લા 75 વર્ષમાં પ્રથમ વખત બન્યો છે. જેમાં આટલી મોટી સંખ્યામાં ઈઝરાયેલી લોકોના મોત થયા હોય.