News Updates
AHMEDABAD

નબળા વિદ્યાર્થીઓને નહી રહે બોર્ડની પરીક્ષાનો ડર, વિદ્યાર્થીઓનું પરિણામ સુધારવા અમદાવાદ ગ્રામ્ય DEOએ શરુ કર્યો નવતર પ્રયોગ

Spread the love

અમદાવાદ જિલ્લા ગ્રામ્ય વિસ્તારની શિક્ષણ અધિકારી કચેરી દ્વારા બોર્ડની પરીક્ષાને લઈને એક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. “અમૂલ્ય એક કલાક તજજ્ઞોની ટીમ સાથે”ના શીર્ષક હેઠળ બોર્ડના વિદ્યાર્થીઓને જે-તે પ્રશ્નપત્રના આગલા દિવસે સરળ રીતે રિવિઝન થાય તે માટે ખાસ વીડિયો તૈયાર કરવામાં આવ્યા છે. જેની લિંક વિદ્યાર્થીઓને જે-તે પરીક્ષામાં આગલા દિવસે મોકલવામાં આવશે. વિદ્યાર્થીઓ આ લિંકમાં જોડાઈને પરીક્ષાના આગલા દિવસે જે-તે વિષયના નિષ્ણાત શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવી શકશે. ખાસ નબળા વિદ્યાર્થીઓને આ પ્રોજેક્ટથી સીધો લાભ થશે.

પરીક્ષાના આગલા દિવસે નિષ્ણાત શિક્ષક માર્ગદર્શન આપશે
ગ્રામ્ય વિસ્તારમાં ભણતા વિદ્યાર્થીઓને ટ્યુશન અને અન્ય સુવિધાઓ ઓછી મળે છે. જેથી, પરીક્ષાના અગાઉના દિવસે વિદ્યાર્થીઓને જે-તે પરીક્ષાનું યોગ્ય માર્ગદર્શન મળી રહે તથા વિદ્યાર્થીઓ સારી રીતે રિવિઝન કરી શકે તે માટે અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. જેનું નામ અમૂલ્ય એક કલાક તજજ્ઞોની ટિપ્સ સાથે આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થીઓને પરીક્ષાના અગાઉના દિવસે લિંક મોકલવામાં આવશે.

વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે વિગતવાર માહિતી મળશે
આ લિંકમાં બોર્ડની પરીક્ષામાં જે પેપર હશે, તે પેપર વિશે વિગતવાર માહિતી આપવામાં આવશે. જેમાં નિષ્ણાંત શિક્ષક દ્વારા અલગ-અલગ વિષયમાં અલગ-અલગ પ્રકરણનું મહત્વ, તેમાંથી કઈ રીતે તૈયારી કરવી? તથા વિદ્યાર્થીઓને છેલ્લા સમયનું મહત્વનું રિવિઝન કરાવવામાં આવશે. DEO દ્રારા તેમના તાબા હેઠળની સ્કૂલોની આ લિંક આપવામાં આવશે, જે લિંક સ્કૂલ, વિદ્યાર્થીઓ અથવા વાલી સુધી પહોંચાડશે.

નબળા વિદ્યાર્થીઓ માટે આ પ્રોજેક્ટ મદદરૂપ થશે
આ અંગે ગ્રામ્ય કૃપા ઝાએ જણાવ્યું હતું કે, ધોરણ-10 અને 12ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન લિંકનો પ્રયોગ શરૂ કરવામાં આવશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના નબળા વિદ્યાર્થીઓ માટે આ પ્રોજેક્ટ મદદરૂપ થશે. પરીક્ષાના આગલા દિવસે જ વિદ્યાર્થીઓને આ લિંક આપવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ તૈયારી કરે તેમાં તેમને મદદ મળી રહેશે. સંકલન સમિતિના સભ્યો દ્વારા થોડા દિવસ અગાઉ જ આ અંગે વાતચીત કરવામાં આવી અને તેના આધારે કચેરીની ટીમ દ્વારા સંયુક્ત રીતે મળીને શિક્ષકોને શોધીને વીડિયો તૈયાર કરવામાં આવ્યા છે.


Spread the love

Related posts

PM મોદી સાયન્સ સિટીમાં રોબોટ્સ સાથે થયા રૂબરૂ

Team News Updates

Dharm: શ્રી સ્વામિનારાયણ પાલ્લી સુવર્ણ પ્રતિષ્ઠા અંતર્ગત યાત્રા યોજાઈ

Team News Updates

બાબા બાગેશ્વરના ગુજરાતમાં ધામા:ધીરેન્દ્ર શાસ્ત્રી વટવા રામકથા મેદાને પહોંચ્યા, બાબાના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

Team News Updates