News Updates
AHMEDABAD

દોઢ વર્ષની બાળકીને પાડોશીએ પીંખી નાખી:અમદાવાદમાં બિસ્કિટ અપાવવાના બહાને નરાધમ દીકરીને ખેંચી ગયો, લોહીલુહાણ હાલતમાં ઘર નજીકથી મળી

Spread the love

અમદાવાદમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મ થવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. દોઢ વર્ષની બાળકી ઘર પાસે રમી રહી હતી ત્યારે તેને પાડોશી યુવકે બિસ્કિટ અપાવવાના બહાને બોલાવી અને પોતાની હવસ સંતોષી હતી. આ બાળકી લોહીલુહાણ હાલતમાં ઘર પાસે પડી હતી ત્યારે તેની જાણ પરિવારને થઈ. પરિવારજનોએ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી છે. અત્યંત ક્રૂર કહી શકાય એવી આ ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

ઘર પાસે જ રમી રહી હતી
અમદાવાદના વાડજ વિસ્તારમાં આવેલી એક વસાહતમાં માસૂમ બાળકી રિયા(નામ બદલ્યું છે) પરિવાર સાથે રહેતી હતી. રિયાનાં માતા-પિતા શ્રમજીવી છે અને તેઓ નાનું-મોટું કામ કરીને પોતાનું ગુજરાત ચલાવે છે. ગઈકાલે બપોરે તે પોતાના ઘર પાસે રમી રહી હતી અને નાનાં બાળકોની જેમ તે પણ આમતેમ દોડાદોડ કરી રહી હતી. તેનાં માતા-પિતાને એવું હતું કે તે ઘર પાસે રમી રહી છે, પરંતુ દોઢ કલાક બાદ જ્યારે તેનાં માતા-પિતા તેને ઘર પાસે શોધવા નીકળ્યાં તો તે ત્યાં હતી જ નહીં.

બેભાન હતી, પણ શ્વાસ ચાલી રહ્યા હતા
રિયા જ્યારે લાંબા સમય સુધી મળી નહીં તો આસપાસના લોકો પણ તેને શોધવા લાગ્યા. આ શોધખોળ દરમિયાન ઘરથી થોડી દૂર બેભાન હાલતમાં રિયા મળી આવી હતી. તેને જોઈને લોકો બૂમો પાડવા લાગ્યા કે આની સાથે કશું થયું… રિયા સાથે કશું થયું… પરંતુ કંઈ ખબર પડી નહીં. તેના શરીરની આસપાસ લોહી પણ દેખાતું હતું. તાત્કાલિક જ એમ્બ્યુલન્સને જાણ કરી રિયાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહી હતી. તેના શ્વાસ ચાલી રહ્યા હતા, પરંતુ તે કશું બોલી શકતી નહોતી. માસૂમ રિયા સાથે શું થયું? તેના પરિવારને ખ્યાલ જ નહોતો.

પાડોશમાં 34 વર્ષનો યુવક ગાયબ હતો
રિયા હોસ્પિટલ પહોંચી ત્યારે ડોક્ટરે પ્રાથમિક તપાસ કરતાં ગુપ્ત ભાગે ગંભીર ઈજાઓ જોવા મળી અને તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું જાણવા મળ્યું. આ અંગે તરત જ પોલીસને જાણ કરવામાં આવતાં સ્થાનિક પોલીસ પણ પહોંચી હતી અને આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ કરી તો આસપાસમાં રહેતો એક 34 વર્ષનો યુવક ગાયબ હતો અને આ ગુમ થયેલા યુવકે જ રિયા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની આશંકા પર પોલીસ તેને પકડીને લાવી છે અને હાલ તેની પૂછપરછ કરી રહી છે. બીજી તરફ, આ યુવક પશ્ચિમ બંગાળનો અને પોતે મજૂરીકામ કરતો હોવાનું પણ જાણવા મળી છે. આ હચમચાવી દેવી તેવી ઘટના ભલે શ્રમજીવી વિસ્તારમાં બની છે, પરંતુ એક માસૂમ બાળકી સાથે બનેલી ઘટના સમગ્ર શહેરમાં એક ચોંકાવનારી બાબત ઊપસી આવી છે.

યુવકે બિસ્કિટની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું
આ ઘટનાની તપાસ કરતાં બી ડિવિઝનના ACP એચ.એમ. કણસાગરાએ જણાવ્યું હતું કે વાડજ વિસ્તારના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે શ્રમજીવીઓ વસવાટ કરે છે. અહીં નજીકની કેન્ટીનમાં કામ કરતા એક શ્રમજીવીની બાળકી ઘર પાસે રમી રહી હતી, એ દરમિયાન પાડોશમાં રહેતા યુવકે બિસ્કિટની લાલચ આપીને બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચરીને આરોપી બાળકીને ઘરથી થોડી દૂર ફેંકી આવ્યો અને ફરાર થઈ ગયો હતો. જોકે બાળકીના પિતાએ ફરિયાદ નોંધાવતાં તરત જ પોલીસે તપાસની કામગીરી હાથ ધરી હતી અને તેની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ કલમ-376 અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. હાલ પોલીસ FSLની મદદથી વધુ પુરાવા મેળવવા પ્રયાસ કરી રહી છે.


Spread the love

Related posts

CID ક્રાઈમના દરોડા,  14 સ્થળો પરથી વિદેશી યુવતીઓ સાથે મળ્યા ગ્રાહક, દેહ વ્યાપારની બાતમીના આધારે અમદાવાદ અને ગાંધીનગરમાં

Team News Updates

AHMEDABAD:ખાનગી ટ્રાવેલ્સના પ્રવેશ પર દિવસ દરમિયાન પ્રતિબંધ યથાવત રાખ્યો,હાઇકોર્ટે પોલીસ કમિશ્નરના જાહેરનામાને પડકારતી અરજી ફગાવી

Team News Updates

ધરોઇ ડેમમાંથી સાબરમતી નદીમાં છોડાયુ પાણી, વાસણા બેરેજના 15 દરવાજા ખોલવામાં આવ્યા

Team News Updates